Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ગુંદલાવ GIDC નજીક પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ભીષણ આગ ભભૂકી : ધુમાડાના ગોટેગોટા

જે.પી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ભીષણ આગ : ફાયર ફાઇટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

ગુંદલાવ GIDC પાસેની કંપનીમાં આગ લાગી છે. પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. જે.પી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. જો કે ફાયર ફાઇટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. હાલમાં ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાઇ રહ્યાં છે. સાથે આસપાસના વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યાં છે.

(12:28 pm IST)