Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

અમદાવાદમાં દિવાળીના પર્વમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારોઃ એક સાથે 98 દર્દીઓ આવતા બે નવા કોરોના વોર્ડ ખોલવા પડયાઃ કાળી ચૌદશની રાત્રી હેલ્‍થ કેર વર્કર્સ અને ડોક્‍ટર માટે ભયાનક રહી

અમદાવાદઃ અમદાવાદમાં દિવાળી ટાણએ શુક્રવારે કોરોનાના નવા કેસોમાં અચાનક ચિંતાજનક વધારો થઇ ગયો. સિવિલ હોસ્પિટલમાં શુક્રવારની એક રાતમાં 98 દર્દીઓને દાખલ કરવા પડ્યા.

નવા દર્દીઓને દાખલ કરવા માટે બે નવા કોરોના વાર્ડ ખોલવા પડ્યા છે. તહેવારોની સીઝનમાં ભીડ અને પ્રદૂષણને કારણે કેસો વધવાની સંભવના છે.

કાળી ચૌદશની રાતે ડોક્ટરોની ચિંતા વધારી

સિવિલ હોસ્પિટલના એડિ. સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ નિવેદન આપતા જણાવ્યું કે, “છેલ્લાં 4 દિવસથી કોરોનાના કેસોમાં સતત વધારો થાય છે. 225ની આજુબાજુના એડમિશનને બદલે 60 ટકા વધારો થતાં અત્યારે સિવિલમાં 517 દર્દીઓ દાખલ છે. ગઇ કાલે શુક્રવારની કાળી ચૌદશની રાત્રી અમારા હેલ્થ કેર વર્કર્સ અને ડૉક્ટરો માટે ભયાનક હતી.”

ઇમરજન્સીમાં આવતા કોરોના દર્દી માટે ઊભા કરાયેલા ટ્રાયજ વોર્ડમાં 98 દર્દીઓ દાખલ થયા છે.

ડૉ. રાકેશ જોશીએ કહ્યુ કે મે અને જૂનમાં પણ આવી પરિસ્થિતિ હોતી. 98નો આંકડો રેકોર્ડબ્રેકિંગ છે. સ્ટેબલ દર્દી જ્યારે સિવિલમાં આવે ત્યારે દર્દી OPDમાં જાય છે. જ્યારે સીરિયસ દર્દીઓને ટ્રાયજમાં લઇ જવામાં આવે છે. જેના માટે ડૉક્ટરની ટીમ 24×7 કલાક તૈયાર હોય છે.

આખા દિવસમાં 158 કોરોનાના એડમિશન

ટ્રાયજ વોર્ડમાં તત્કાલિક સારવાર આપવામાં આવે છે. ત્યારે ગઇ કાલે શુક્રવારની રાત્રીએ 98 દર્દીઓ દાખલ થયા છે. જે ખૂબ ચિંતાજનક આંકડો છે. આખા દિવસમાં 158 કોરોના દર્દીઓના એડમિશન છે. દિવાળીના પવિત્ર દિવસે દર્દીના એડમિશનની સંખ્યાનો આંકડો 500ને ક્રોસ કરી ચૂક્યો છે.

પરિસ્થિતિ રહી તો આવતા અઠવાડિયામાં સિવિલ હોસ્પિટલ કોરોના દર્દીઓથી ભરાઇ જતા વાર નહીં લાગે. ગયા અઠવાડિયાની વાત કરીએ તો કોવિડના 1200 બેડમાં દર્દીઓના એડમિશનની સંખ્યા સવા 200 હતી. પરંતુ આજે કેસ 517 થયા છે.’

(4:36 pm IST)