Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

વડોદરામાં જમીનના કરી રૂપિયા આપવા માથાભારે શખ્સે પરેશાન કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરમાં આર વી દેસાઈ રોડ ભાગ્યોદય હાઉસમાં ઓફિસ ધરાવતા વકીલ શૈલેષ પટેલને જમીનના કેસમાં સમાધાન કરી રૂપિયા આપવા માટે માથાભારે સંગ્રામસિંહ ગોમના ચૌહાણે છેલ્લા 20 દિવસથી હેરાન કરવાનું શરૂ કર્યું હતું.

વકીલ શૈલેષ પટેલે તેને સમાધાન માટે ના પાડતા અને કોર્ટનો નિર્ણય આવે તે માન્ય રાખવાનું જણાવતા ઉશ્કેરાયેલા સંગ્રામે વકીલને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. મોડી રાત સુધી મેસેજ કરીને વકીલને ધમકી આપતા સંગ્રામ સામે છેવટે વકીલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

(6:04 pm IST)