Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

વડોદરાના વાડી વિસ્તારમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા પાડોશીઓના વાહનને પોલીસ ફરિયાદ દાખલ

વડોદરા:વાઘ બારસની મોડી રાત્રે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી પાડોશીઓના વાહનોને ટક્કર મારી નુકસાન પહોંચાડવાનો બનાવ પાણીગેટ પોલીસ મથકે નોંધાયો છે. નોંધનીય છે કે આ ઘટનામાં ત્રણ કાર અને ત્રણ ટુ વ્હીલરના માલિકોને હજારો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

વડોદરા શહેરના વાડી રંગમહલ ભાસ્કર ફળિયામાં રહેતા જયેશ ભાઈ દેસાઈ જમીન લે-વેચનો વ્યવસાય કરે છે અને પોતાની માલિકીની ઓડી - કયું 3 કાર ધરાવે છે. 

ગુરૂવારના રોજ પાણીગેટ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ તેઓ ઘરમાં આરામ કરતા હતા. તે વખતે અચાનક બહાર જોર થી અવાજ આવ્યો હતો. જેથી તેઓએ બહાર ડોકિયું કરતાં જોવા મળ્યું હતું કે હ્યુનડાઈ વરના કાર ના ચાલક અને પાડોશમાં રહેતા રાજ ચંદ્રકાંતભાઈ દરવેએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા તેઓના ભાઈ રાજુભાઈ દેસાઈ ની એકટીવા ઉપર ચડાવી દીધી હતી. ત્યારબાદ ઓડી કારને નેટ ના ભાગે નુકસાન પહોંચાડી અન્ય ઇકો કારને ટક્કર મારતાં તે થાંભલા સાથે ભટકાઇ હતી.

(6:05 pm IST)