Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

વડોદરાના સમા વિસ્તારમાં એટીએમ કાપવાનો પ્રયાસ કરનાર ભેજાબાજને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

વડોદરા:શહેરના સમા તળાવ વિસ્તારમાં એટીએમ કાપવાનો પ્રયાસ કરનાર ભેજાબાજને આખરે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.પ્રાથમિક તપાસમાં આરોપીએ દેવું વધી જતાં એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો બહાર આવી છે.

સમા તળાવ સામે નૈમિષ્યારણ્ય કોમ્પ્લેક્સમાં આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાં ગઇ તા.૮મીએ સવારે સાડા ચારેક વાગે ચોર ત્રાટક્યો હતો.

કોમ્પ્લેક્સના વોચમેનનું એટીએમ તરફ ધ્યાન જતાં અંદર ગેસ કટર તેમજ બહાર પગરિક્ષામાં ગેસના બે સિલિન્ડરો જોઇ તેને આશ્ચર્ય થયું હતું.વોચમેને તપાસ કરતાં એટીએમની અંદર પકડ તેમજ અન્ય સામાન નજરે પડયો હતો.જેથી તેણે તુર્તજ પોલીસ બોલાવી હતી.

(6:05 pm IST)