Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મોબાઈલ શોપને નિશાન બનાવી તસ્કરોએ મોબાઈલ સહીત ટેબ્લેટની ઉઠાંતરી કરી છૂમંતર....

વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારની એક મોબાઇલ શોપમાં ગઇરાતે ત્રાટકેલા ચોરો મોબાઇલ અને ટેબલેટો ઉઠાવી ગયા હતા.

પાણીની ટાંકી પાસે આવેલા સાંઇકૃપા એપાર્ટમેન્ટમાં સેમસંગ સ્માર્ટ કેફે નામની શોપના મેનેજર આરિફ રાઠોડે પોલીસને કહ્યું છે કે,ગઇકાલે રાતે મારા શેઠની તબિયત બગડતાં હું તેમને લઇ દવાખાને ગયો હતો.હું પરત ફર્યો ત્યારે મારા સાથી કર્મચારીએ દુકાન બંધ કરી હતી.

સવારે નવેક વાગે મારા શેઠનો ફોન આવ્યો હતો અને દુકાનમાં ચોરી થઇ હોવાની જાણ કરતાં હું  દુકાને પહોંચ્યો હતો.તપાસ કરતાં શટરનો વચ્ચેનો ભાગ વાંકો કરીને ચોરોએ તમામ સામાન ફેંદી કાઢ્યો હતો.

(6:06 pm IST)