Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ગાંધીનગર જિલ્લામાં વલોદની ગામની સીમમાં દરોડા પાડી પોલીસે જુગાર રમતા શખ્સોને ઝડપી પાડી શકુનિઓની ધરપકડ કરી

ગાંધીનગર: જિલ્લામાં જુગારની બદી અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે અને બાતમીદારોને સક્રિય કરી આવા જુગારીઓને પકડી પણ રહી છે. ત્યારે શહેર નજીક આવેલા વલાદ ગામની સીમમાં ઝાડીઓમાં કેટલાક ઈસમો જુગાર રમી રહયા હોવાની બાતમીના પગલે ડભોડા પોલીસે દરોડો પાડી ગણેશપુરા ભઠ્ઠી વિસ્તાર વલાદમાં રહેતા  દશરથસિંહ બળવંતસિંહ છારા, શનાજી ખોડાજી ઠાકોર, દિનેશજી ભોપાજી મારવાડી, ભીખાભાઈ કાળુભાઈ વણઝારા, નાના ચિલોડામાં રહેતા દીલીપજી ઉર્ફે દીપક ગણેશજી ઠાકોર અને પરેશ રામાભાઈ રાજપુતને જુગાર રમતાં ઝડપી ૧૧ર૫૦ની રોકડ પણ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

(6:09 pm IST)