Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ગાંધીનગર નજીક ચિલોડા-હિંમતનગર હાઇવે પર લકઝરી બસમાંથી પોલીસે વિદેશી દારૂની 20 બોટલો જપ્ત કરી

ગાંધીનગર: નજીક ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર વધુ એક લકઝરી બસમાંથી ચિલોડા પોલીસે વિદેશી દારૂની ર૦ બોટલ સાથે મુસાફરને ઝડપી પાડયો હતો. રાજસ્થાનના પાલી જિલ્લાના જશવંતસિંહ ગણપતસિંહ રાણાવત નામના મુસાફર પાસેથી દારૂ અને મોબાઈલ મળી ૧પ હજારનો મુદ્દામાલ કબ્જે કરી કયાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. 

(6:09 pm IST)