Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સાબરકાંઠા જિલ્લા વિસ્તારમાં એટીએમમાં પૈસા ઉપાડવા લોકોની મદદ કરવાના બહાને છેતરપિંડી આચરનાર ત્રણ શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા

સાબરકાંઠા:જિલ્લા સહિત રાજ્યના અનેક સ્થળે ઉંમર લાયક લોકો પોતાના બેંકના ખાતામાંથી નાણાનો ઉપાડ કરવા જાય છે ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો આવા વ્યક્તિઓને મદદ કરવાના બહાને પીન નંબર જાણી લઈને સીફત પુર્વક એટીએમ કાર્ડ બદલી તેમના ખાતામાંથી ઓનલાઈન ખરીદી કરીને છેતરપીંડી કરતા હોવાની ફરીયાદો રાજ્યના અનેક જિલ્લાઓમાં નોંધાઈ ચૂકી છે ત્યારે સાબરકાંઠા એસઓજીએ બાતમીને આધારે ગુરૂવારે અમદાવાદથી રાજસ્થાન તરફ કારમાં જતા ત્રણ શખ્સોને હિંમતનગરના મોતીપુરા સર્કલ પરથી પકડી લીધા હતા. અને પોલીસે કપડાકાર્ડ સહિત અન્ય રોકડ મળી રૂ.૪.૮૮ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. પકડાયેલા શખ્સોની પુછપરછ કરતા તેમણે રાજ્યના વિવિધ સ્થળે ૧૨ ગુના કર્યા હોવાની કબુલાત કરી હતી.

આ અંગે એસઓજી પીઆઈ વાય.જે.રાઠોડ તથા સ્ટાફના જણાવાયા મુજબ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સહિત અન્ય તાલુકા મથકે તથા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એટીએમ કાર્ડ સીફત પૂર્વક બદલી નાખી તેમાંથી ઓનલાઈન ખરીદી કરી છેતરપીંડી કરતા હોવાની ફરીયાદો નોધાયા બાદ સાબરકાંઠા એસઓજીને ગુરૂવારે મળેલા કેટલાક સુરાગ બાદ ત્રણ શખ્સો અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. જે આધારે એસઓજીના સ્ટાફે હિંમતનગરના મોતીપુરા સર્કલ પરથી પસાર થતા વાહનોનું ચેકીંગ શરૂ કર્યુ હતું.

(6:10 pm IST)