Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ચીકદા પેટ્રોલ પંપના કર્મચારી પાસેથી રૂ.8.8 લાખની લૂંટ કરનાર 5 આરોપીને મુદામાલ સાથે LCB એ ઝડપી લીધા

એસ્સાર પેટ્રોલ પમ્પનો કર્મચારી બેંકમાં માલના રૂપિયા ભરવા બાઈક ઉપર જતા અજાણ્યા બાઈક ચાલકો એ ગત 27-10-20 ના રોજ લૂંટને અંજામ આપ્યો હતો

(ભરત શાહ દ્વારા) જપીપળા: નર્મદા જિલ્લાના દેડીયાપાડાના ચીકદા ગામ પાસે આવેલા એસ્સાર પેટ્રોલ પંપનો કર્મચારી અમરસિંગ જાલમસિંગ વસાવા ગત તારીખ 27-10-20 ના દિવસે બેંકમાં રોકડા રૂપિયા 8.8 લાખ ભરવા જતા માર્ગ માં બાઈક પર આવેલા અજાણ્યા લૂંટારો તેની પાસે થી 8.8 લાખ ની રોકડ રકમ ઝૂંટવી લઇ ફરાર થયા હોવાની ઘટના બનતા નર્મદા પોલીસ વડા હિમકરસિંહ ની સૂચના બાદ એલસીબી પી.આઈ.અલ્પેશ પટેલ પી એસ આઇ  સી.એમ.ગામીતે અને ડેડીયાપાડા પો. સ્ટે.ના પીએસઆઇ દામોરે ટેક્નિકલ સર્વેલન્સના આધારે પાંચ આરોપીઓની ઓળખ કરી જેમાં માસ્ટર માઈન્ડ અજય મંજીભાઈ વસાવા(રહે. જરગામ ડેડીયાપાડા, સુભાષ જેસિંગભાઈ વસાવા,હરિપુરા,જી.સુરત,) ઉમેદ સિંગ ગોવિંદસિંહ પાડવી (રહે.કાઠી,જી. નંદુર બાર) મોતીલાલ ઉર્ફે મોન્ટુ નારસિંહ પાડવી,(રહે.નાલા,જી. નંદુરબાર)રવિન્દ્ર નટવરસિંહ પાડવી,(રહે.નાલા,જી. નંદુરબાર) ને ઝડપી પાડી તેમની પાસેથી અલગ અલગ જગ્યાએ સંતાળેલા રોકડા કુલ રૂ.4.68 લાખ તેમજ લૂંટ ના રૂપિયાથી ખરીદેલી રૂ.1.50 લાખની મોંઘીદાટ બાઈક પણ આરોપીઓ પાસેથી રિકવર કરતા કુલ રૂ.6,18, 800 ની પોલીસે રિકવરી કરી છે જ્યારે બાકીની રોકડ રકમ રિકવરી માટેની પ્રક્રિયા હજુ ચાલુ હોવાનું નર્મદા પોલીસ વડા હિમકરસિંહ એ જણાવ્યું હતું.

(7:11 pm IST)