Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

રાજપીપળાથી વડોદરા જતા પોઇચા બ્રિજ મીની એસટી બસો માટે ચાલુ રખાય તેવી માંગ

ફોર વ્હીલ વાહનો આ પુલ ઉપરથી જઈ શકતા હોય તો મીની બસો પણ જવા દેવામાં આવે તેથી વડોદરા જવા માટે મુસાફરોને વધુ ભાડું બગાડવું ન પડે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા થી વડોદરાને જોડતા શોર્ટ કટ પોઇચા પુલને હાલ ભારદારી વાહનો માટે બંધ કરાયો હોય આ પુલ ઉપરથી ફોર વ્હીલ વાહનોની અવર જવર ચાલુ જ છે પરંતુ રાજપીપળા એસટી ડેપોની મીની બસો પણ પણ પોઇચા પુલ પરથી પસાર કરવા છૂટ અપાઈ તેથી વાયા ગરડેશ્વર ફરી જતી બસોમાં મુસાફરોનો સમય અને ભાડું વધુ ન બગડે તેવી માંગ  ઉઠી છે.ફોર વ્હિલ વાહનો જો જઈ શકતા હોય તો મીની એસટી બસો માં પણ સોસીયલ ડિસ્ટન્સ ના પાલન ના કારણે ગણતરી ના મુસાફરો બેસાડાતા હોવાથી ભારદારી વાહન જેવું વજન નથી થતું માટે મોટી 56 સીટર બસો ભલે બંધ રખાય પરંતુ મીની બસો માટે પરવાનગી મળે તો મુસાફરો ને ટિકિટ નું વધુ ભાડું ખર્ચ ન થાય અને લાંબો ફેરાવો પણ ન પડે તેવી માંગ ઉઠી છે.
 

(6:57 pm IST)