Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ગુદાયામ ગામમાં પત્ની સાથે જમતા પતિનું અચાનક મોત થતા પોલીસે તપાસ હાથ ધરી

(ભરત શાહ)  રાજપીપળા : પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગુદાયામ ગામના રાજેશભાઇ ધરમસિંગભાઇ વસાવા (ઉ.વ -૩૯) (  રહે, ગુદાયામ) પટેલ ફળીયુ, પોતાના ઘરે પોતાની પત્ની મેથાબેન સાથે જમતા હતા તે દરમ્યાન ઘરમાં કોઇ કારણસર તેમની તબિયત લથડતા પત્ની ગભરાઈ ગયા હતા તેમને જેથી પતિને નજીકમાં સારવાર માટે લઈ જવાયા હતા પરંતુ તેમનું મોત થઈ ચૂક્યું હોય પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

(6:59 pm IST)