Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

રાજકોટથી ધૂલે જતી કારને નંદુરબારમાં અકસ્માત નડ્યો

પુલ પરથી નીચે ખાબતા કાર કચ્ચરઘાણ, ત્રણનાં મોત : ઇજાગ્રસ્તોને સ્થાનિક પોલીસ અને ગ્રામજનોની મદદથી વિસારવાડી રૂરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

નંદુરબાર,તા.૧૪ : નંદુરબારમાં કોન્દાબારી ઘાટનાં ધૂલે-સુરત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વધુ એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. એક કાર પુલ પરથી નીચે ખાબકી હતી. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે બે અન્ય ઘાયલ થયા હતા. મૃતકો અને ઘાયલોની ઓળખ હજુ થઈ નથી. ઇજાગ્રસ્તોને સ્થાનિક પોલીસ અને ગ્રામજનોની મદદથી વિસારવાડી રૂરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. જોકે, એક ૧૫ વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. મુસાફરો રાજકોટથી ધૂલે જિલ્લાના માહીર ગામની મુસાફરી કરી રહ્યા હતા. કોન્દાબારી ઘાટમાં એક મહિનામાં બીજો મોટો અકસ્માત છે. અગાઉ એક ખાનગી બસ પુલ પરથી પડી હતી. ઘટના તાજી છે. ત્યારે હવે ઘાટ પર ભયંકર ફોર વ્હીલર અકસ્માત સર્જાયો છે. કાર સુરતથી ધુલે તરફ આવી રહી હતી. પુલ પરથી નીચે પડતા કારનો કચ્ચરઘાણ બોલાયો હતો. ઉલ્લેખનીય છે કે ધૂલે-સુરત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરોથી ભરેલી ખાનગી બસ ૧૫ દિવસ પહેલા એજ સ્થળે કોતરે અથડાઇ હતી. અકસ્માત ૨૧ક્ટોબરે સવારે વાગ્યે બન્યો હતો. મુસાફર કોન્દાબારી ઘાટ દરગાહ પાસે પુલ પર સપાટ હતો. ત્યારે ખાનગી બસ ૩૦થી ૪૦ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. અકસ્માતમાં પાંચ લોકોનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં અને ૩૫ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. દરમિયાન, અકસ્માત અંગેની માહિતી મળતાં પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પીડિતો સુધી પહોંચી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસ જાલગાંવથી સુરત તરફ જઇ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો.

(8:40 pm IST)