Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ઉત્તરાયણની રંગેચંગે ઉજવણી

પવને આપ્યો પતંગબાજોનો સાથ : પણ લોકોને મ્યૂઝિકની ખોટ વર્તાઈ

કોરોનાના કારણે કેટલાક પ્રતિબંધ હોવા છતાં રાજયના પતંગ રસીયાઓએ માણ્યો પતંગબાજીનો આનંદ

અમદાવાદ,તા. ૧૫: કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતીઓએ ખાસ કરીને રાજયના ચાર મોટા શહેરોમાં ઉત્ત્।રાયણના દિવસે લોકોએ પતંગ ચગાવવાનો આનંદ લીધો હતો. જોકે, આ વખતે કોરોનાના કારણે કેટલાક નિયમો હોવા છતાં રાજયની જનતાએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. હજી ૧૫ તારીખે એટલે કે શુક્રવારે વાસી ઉત્ત્।રાયણના દિવસે પણ લોકો પતંગ ચગાવવાની મજા માણશે.

આ વખતે ઉત્ત્।રાયણના આખા દિવસ દરમિયાન પવન ઘણો સારો રહ્યો હતો પરંતુ અમદાવાદીઓને મ્યૂઝિકની ખોટ સાલી હતી. લોકો દ્યરના અને ફ્લેટના ધાબા પર ડીજે કે પછી સાઉન્ડ સિસ્ટમ ગોઠવીને સંગીત સાથે પતંગ ચગાવતા હોય છે પરંતુ કોરોના ગાઈડલાઈન્સના કારણે આ વખતે મ્યૂઝિક વગાડવા પર પ્રતિબંધ છે. જેના કારણે અમદાવાદના ધાબા પર આ વાતની ખોટ સાલી હતી.

મોટા ભાગની સોસાયટીઓએ સરકારની ગાઈડલાઈન્સનું પાલન કર્યું હતું. દિવસ દરમિયાન પવન સારો એવો રહ્યો હતો જેના કારણે લોકોને મજા પડી ગઈ હતી. ગાઈડલાઈન્સમાં રસ્તાઓ પર કે પછી ખુલ્લા મેદાનોમાં પતંગ ચગાવવા તથા ધાબા પર પરિવારના સભ્યો સિવાય કોઈને પણ હાજર રહેવાની મંજૂરી આપી ન હતી. આ નિયમોનું પાલન થાય તે માટે પોલીસ પણ સજ્જ હતી. નિયમોનું ઉલ્લંદ્યન ન થાય તે માટે પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવી હતી.

સામાન્ય રીતે અમદાવાદની ઓળખ ગણાતી પોળોમાં વિદેશીઓ પણ ઉત્ત્।રાયણમાં પતંગબાજીનો આનંદ માણવા આવતા હોય છે પરંતુ આ વખતે પોળોમાં પણ ઉત્ત્।રાયણ થોડી ફિક્કી જોવા મળી હતી. રાજકોટમાં એક ગ્રૂપ દ્વારા પીપીઈ કિટ પહેરીને પતંગ ચગાવવામાં આવ્યા હતા.

(10:00 am IST)