Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

રાજ્‍યભરમાં વીજ કર્મચારીઓનું કાલથી એલાને-જંગઃ ૨૧મીએ હડતાલ

કાલે રાજકોટ સહિત રાજ્‍યભરની તમામ વીજ કચેરી ખાતે દેખાવોઃ ૫૦ હજારથી વધુ કર્મચારી-ઈજનેરોએ માસ સીએલ મુકી દીધી : ૧-૧-૨૦૧૬થી આપવાનું થતુ એરીયર્સ નહિ અપાતા નાણાખાતાએ ફાઈલ કલીયર નહિ થતા પ્રચંડ રોષઃ ખાનગીકરણ સામે પણ વિરોધ-વંટોળઃ વીજ બોર્ડની ૧ દિ'નો પગાર કાપવાની ચેતવણી : ૧ દિ'ની હડતાલથી વીજ ફોલ્‍ટ, બીલીંગ, નવા કનેકશન બધુ ઠપ્‍પ થઈ જશેઃ દેકારો મચી ગયો

રાજકોટ, તા. ૧૫ :. રાજકોટ સહિત રાજ્‍યભરમાં કાલથી વીજ કર્મચારીઓ પોતાનું એલાને જંગ જાહેર કરશે. ૧-૧-૨૦૧૬થી આપવાનું થતુ કરોડો રૂપિયાનું એરીયર્સ બોર્ડે મંજુર કર્યુ પરંતુ તે ફાઈલ નાણાખાતાએ હજુ કલીયર નહિ કરતા અને મંત્રણા પડી ભાંગતા આખરે કાલથી આંદોલન શરૂ થઈ રહ્યુ છે.

વીજ ઈજનેર્સ એસો., એજીવિકાસ સહિત વીજ કર્મચારીઓના અન્‍ય યુનિયનોની બનેલી સંયુકત લડત સમિતિએ તબક્કાવાર આંદોલનની જાહેરાત કરી છે. જેમાં એરીયર્સ, સ્‍ટાફની આડેધડ બદલી, ભરતી ન કરવી, વીજ કંપનીઓનું ખાનગીકરણ વિગેરે અનેક મુદ્દા સંદર્ભે ૧ મહિના પહેલા બોર્ડને - મેનેજમેન્‍ટને નોટીસ ફટકારાઈ હતી, પરંતુ કોઈ સળવળાટ નહિ થતા કાલથી દેખાવો-સૂત્રોચ્‍ચાર-ધરણા સહિતના કાર્યક્રમો શરૂ થશે.

કાલે રાજકોટ સહિત રાજ્‍યભરની તમામ વીજ કચેરીઓ જેવી કે સબડિવીઝન, ડિવીઝન, મહેલ ઓફિસો, સબ સ્‍ટેશનો, કોર્પોરેટ ઓફિસો ખાતે વીજ કર્મચારીઓના દેખાવો યોજાશે.

આ પછી ૨૧મીએ રાજ્‍યના ૫૫ હજાર વીજ કર્મચારીઓ, ઈજનેરો ૧ દિ'ની હડતાલ ઉપર ઉતરી જશે. પરિણામે વીજ ફોલ્‍ટ, બીલીંગ, નવા કનેકશન સહિતની તમામ કામગીરી ઠપ્‍પ થઈ જશે. રાજ્‍યમાં જ્‍યાં પણ લાઈટો જશે તો જવાબદાર કોણ ? તે પ્રશ્ન થઈ પડયો છે. આજ સુધીમાં રાજ્‍યભરમાં ૫૦ હજાર કર્મચારીઓએ ૨૧મીથી ૧ દિ'ની માસ સીએલ મુકી દીધી છે. ત્‍યાર બાદ ૨૨મીથી બેમુદતી હડતાલ કરવી કે કેમ ? તે અંગે ૧૭મીએ ખાસ મળનાર મીટીંગમાં નિર્ણય લેવાશે. દરમિયાન હડતાલ પર જનારા કર્મચારી-ઈજનેરોનો ૧ દિ'નો પગાર કાપી લેવાની ચેતવણી આપતા વીજ કર્મચારીઓમાં ભારે રોષ છવાયો છે. જો પગાર કપાય તો કર્મચારીઓને ૧ દિ'માં ૧૦ કરોડનું નુકશાન જશે.

(10:48 am IST)
  • લેન્ડ ગ્રેબીંગ અંગે આજે સાંજે પ વાગ્યે કલેકટરના અધ્યક્ષપદે બીજી બેઠક મળશેઃ કેસો મંગાવાયા : રાજય સરકારે જમીન માફીયાઓ સામે દાખલ કરેલા લેન્ડ ગ્રેબીંગ કાયદા અંગેની આજે બીજી મહત્વની બેઠક કલેકટરના અધ્યક્ષપદે સાંજે પ વાગ્યે કલેકટર કચેરીમાં મળશે. જેમાં સીપી-ડીસીપી-એસપી-પ્રાંત-મ્યુ. કમિશ્નર-ડીડીઓ-રૂડા તથા અન્ય કુલ ૧૮ અધિકારીઓ હાજર રહેશેઃ સંખ્યાબંધ કેસો હોવાની શકયતાઃ સીટી પ્રાંત-ર દ્વારા પણ ૧ કેસ. આજે કેસોની સમીક્ષા બાદ કેસો દાખલ કરવા અંગે નિર્ણય. access_time 4:26 pm IST

  • બર્ડ ફ્લુમાં કચ્છને મળી રાહત : જિલ્લામાંથી કુલ ૩ સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતા તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અપાઈ માહિતી access_time 4:39 pm IST

  • કેરળમાં ચૂંટણી પહેલાનું ડાબેરી સરકારનું છેલ્લું ફુલગુલાબી બજેટ : પેનશનમાં વધારો : ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી ખેત પેદાશોના લઘુતમ મૂલ્યમાં વધારો : આરોગ્ય ક્ષેત્રે નવી ચાર હજાર નોકરીઓનું નિર્માણ : 50 લાખ યુવાનોને હુન્નર માટે કૌશલ્ય આપવાનું આયોજન : ગરીબ પરિવારોને ઓછી કિંમતે લેપટોપ અપાશે : થોડા મહિના પછી ધારાસભાની ચૂંટણી access_time 6:48 pm IST