Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ગુજરાતને વધુ એક ભેટઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવું બન્યુ સરળ

ટ્રેન દ્વારા કેવડીયા દેશના વિવિધ ભાગોથી રેલ્વે લાઈનથી જોડાશેઃ શનિવારે એક સાથે ૮ ટ્રેનોને વર્ચ્યુઅલ લીલીઝંડી આપશે નરેન્દ્રભાઇ

નવી દિલ્હી, તા.૧૫: વડોદરાથી કેવડીયા ટ્રેનની શુભ શરૂઆત થશે ૧૭ જાન્યુઆરીએ PM મોદી ૮ ટ્રેનોને લીલીઝંડી આપશે. ટ્રેન દ્વારા કેવડીયા દેશના વિવિધ ભાગોથી રેલ્વે લાઈનથી જોડાશે.

દેશના વિવિધ ભાગોમાંથી રેલ્વે કેવડીયા સુધી આવશે. એક સાથે ૮ ટ્રેનોને PM વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરશે. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવશે જેમાં રેલ્વે મંત્રી પીયૂષ ગોયલ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૧૭ જાન્યુઆરીએ કેવડિયા રેલવે સ્ટેશન સહિત અન્ય નવા તૈયાર કરાયેલા સ્ટેશનનું દિલ્હીથી ઓનલાઈન લોકાર્પણ કરશે. તેની સાથે જ તેઓ અમદાવાદ ઉપરાંત હઝરત નિઝામુદ્દીન (દિલ્હી), વારાણસી, ચેન્નઈ, રીવા, દાદર અને પ્રતાપનગરથી કુલ ૮ નવી ટ્રેનોને લીલીઝંડી આપી કેવડિયા માટે રવાના કરશે.

કયાંથી કયાં શરૂ કરવામાં આવશે ટ્રેન?

વડોદરા -  કેવડીયા

અમદાવાદ - કેવડીયા

દાદર- કેવડીયા

હજરત નિઝામુદ્દીન - કેવડીયા

રેવા - કેવડીયા

ચૈન્નઈ - કેવડીયા

પ્રતાપનગર - કેવડીયા 

કેવડીયા - પ્રતાપનગર

૧૭મીએ સવારે ૧૧ વાગે દિલ્હીથી વિડિયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ

વડોદરાથી કેવડિયા સુધી ગેજ કન્વર્ઝન, નવી લાઈન તેમજ પ્રતાપનગરથી કેવડિયા સુધીના ટ્રેકનું ઈલેકિટ્રફિકેશન પણ કરવામાં આવ્યું છે. તેની સાથે જ ડભોઈ, ચાણોદ સ્ટેશન નવા તૈયાર કરવાની સાથે કેવડિયા સુધીની નવી લાઈન પર મોરિયા, તિલકવાડા, ગરૂડેશ્વર તેમજ કેવડિયા સ્ટેશન તમામ પેસેન્જર સુવિધાઓ સાથે નવા તૈયાર કરાયા છે. આ કામગીરી લગભગ પૂર્ણ થતા વડાપ્રધાન ૧૭મીએ સવારે ૧૧ વાગે દિલ્હીથી વિડિયો કોન્ફરન્સ દ્વારા કેવડિયાના તમામ રેલવે પ્રોજેકટનું લોકાર્પણ કરશે.

(3:36 pm IST)