Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કોઈ તમને ક્યારેય પકડે તો કહેજો,હું ભાજપનો માણસ છું .પેજ પ્રમુખનું આઈકાર્ડ બતાવજો: સંગીતા પાટીલ

સુરતના લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલનો વીડિયો વાયરલ

સુરત :નેતાઓ અનેકવાર જાહેરમાં બફાટ કરતા હોય છે. આવામાં વધુ એક નામ ઉમેરાયું છે. સુરતના ધારાસભ્ય સંગીતા પાટીલે એક જાહેર કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધન કરતા સંગીતા પાટીલે કહ્યું કે, કોઈ તમને ક્યારેય પકડે તો કહેજો, કે હું ભાજપનો માણસ છું. પેજ પ્રમુખનું આઈકાર્ડ બતાવીને કહેજો કે, હું ભાજપનો માણસ છું. જો પોલીસ ન સાંભળે તો મને ફોન કરજો. આવી સલાહ પણ સંગીતા પાટીલા કાર્યકર્તાઓને આપી. કાર્યક્રમમાં આવું નિવેદન આપતા સંગીતા પાટીલનો વીડિયો વાયરલ થયો છે 

સુરતના લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલનો વીડિયો વાયરલ થયો છે. ભાજપ પેજ પ્રમુખના કાર્ડને લઈને સંગીતા પાટીલનો વીડિયો વાયરલ થયો છે. રવિન્દ્ર નામના ભાજપના કાર્યકર્તા દ્વારા વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો, અને ફેસબુર પર વીડિયો લાઈવ કર્યો હતો. પરંતુ સંગીતા પટેલની બફાટ વાયરલ થઈ ગઈ હતી. સંગીતા પાટીલે લિંબાયત વિસ્તારમાં કરેલા સંબોધનનો આ વીડિયો છે. ઉત્તરાયણના પર્વ પર કાર્યકર્તાઓને તેઓએ સંબોધનમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેનું આ નિવેદન ભાજપની કાર્યશૈલી પર સવાલ ઉભા કરે છે

   ગુજરાત સરકાર એક તરફ રાજ્યમાં સુશાસન વ્યવસ્થાનના ઉદાહરણ આપે છે, ત્યાં બીજી તરફ ભાજપના નેતાઓ જ ખુલ્લેઆમ સરકારીન કામગીરીની મજાક ઉડાવી રહ્યાં છે. બીજો સવાલ એ પણ ઉભો થાય છે કે, શું ભાજપનું પેજ પ્રમુખ બનવું એટલે કાયદો હાથમાં લેવાનો હોય છે. શું પેજ પ્રમુખનું બિરુદ એ કાયદાનું ઉલ્લંઘન કરવાનું લાયસન્સ છે. થોડા દિવસ પહેલા ભાજપ પ્રમુખ સીઆર પાટીલ પેજ પ્રમુખ બનવાનું આહવાન કર્યું હતું. જેના બાદ અનેક નેતાઓ પેજ પ્રમુખ બન્યા હતા. આ ઉપરાંત અનેક નેતાઓ કોરોનાની ગાઈડલાઈનના ધજ્જિયા ઉડાડતા પણ દેખાયા હતા.

(12:02 pm IST)
  • ૨૨થી વધુ વ્હીલવાળો મહાકાય ટ્રક પુલ નીચે ખાબકયો : રાજકોટથી અમદાવાદ હાઈવે ઉપરના બગોદરા નજીક આવેલ પુલ ઉપરથી આજે બપોરે એક મહાકાય ટ્રકના ચાલકે અચાનક બેલેન્સ ગુમાવતા ટ્રક પુલ નીચે ખાબકયો હતો : સદ્દનસીબે કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી : હાઈવે ઉપરના વાહન ચાલકોએ તુરંત જ પોતાની ગાડીઓ થંભાવી અને ટ્રક ચાલક પાસે પહોંચી ગયા હતા પરંતુ ટ્રકચાલકને પણ કોઈ મોટી ઈજા થઈ ન હતી, દરમિયાન આસપાસના લોકોએ માર્ગ ઉપર સેફટીના સાધનો મૂકી વાહન વ્યવહાર ડાયવર્ટ કરાવ્યો હતો. access_time 4:25 pm IST

  • સ્પેનમાં કોરોનાની ત્રીજી લહેર : કોરોનાનો વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 40 હજારથી વધુ નવા કેસ : બે દિવસમાં 75 હજારથી વધુ કેસ નોંધાયા : access_time 1:09 am IST

  • એ.કે.શર્મા ઉત્તરપ્રદેશમાં ભાજપના ઉમેદવાર બન્યા : ધારાસભ્ય બની પ્રધાન બનશે? : તાજેતરમાં સીનીયર આઈએએસ ઓફીસર અને ગુજરાત કેડરના શ્રી એ.કે. શર્માએ વીઆરએસ લઈ નિવૃતિ જાહેર કરી હતી. તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને ઉત્તર પ્રદેશમાં યોજાઈ રહેલ ઉપલા ગૃહની ચૂંટણીમાં એમએલસી (ધારાસભ્ય) પદ માટે તેમના નામની જાહેરાત થઈ છે. તેઓ યોગી સરકારમાં મહત્વના પદ ઉપર પ્રધાન બની રહ્યાનું નિશ્ચિત મનાય છે. access_time 3:21 pm IST