Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

હાલના સમયમાં ડર્મેટોલોજીસ્ટને સક્ષમ બનાવવા જરૂરીઃ ઇલેશ ખખ્ખર

ત્રણ દિવસની વર્ચ્ચુઅલ ઇવેન્ટ સંપન્ન

(કેતનખત્રી) અમદાવાદઃ  સમગ્ર વિશ્વને અભૂતપૂર્વ સંકટમાં ધકેલનારી કોવિડ- ૧૯ની મહામારીને પરિણામે અન્ય ઉદ્યોગની જેમ ડર્મેટોલોજી (ત્વચા વિશેષશ)ઈન્ડસ્ટ્રીઝને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. ડર્મેટોલોજીસ્ટને વર્તમાન પ્રવાહોથી વાકેફ કરી તેમનું સશકિતકરણ થાય તે માટે એથિકેર નૂ ઓફ કંપનીઝના સંસ્થાપક અને સીઈઓ તથા મોટિવેશનલ સ્પીકર શ્રીલેશ ખખ્ખરે તાજેતરમાં જ ડર્મેટાલોજિસ્ટ્સ માટેના સૌપ્રથમ અને આગવા વર્ચ્યુઅલ ઈવન્ટ ૨૧ ફોર ૨૧ ડર્મા ચેલેન્જનું આયોજન કર્યું હતું.

અમદાવાદના શીલજ ખાતે યોજાયેલી આ ૩ દિવસની એપિક ચેલેન્જ ઈવન્ટનું આયોજન, સતત બદલાતા સમયમાં ડર્મેટોલોજીસ્ટ્સ અગ્રેસર રહી ૨૦૨૧ ના વર્ષને વ્યવસાયની દૃષ્ટિએ અત્યાર સુધીનું સર્વોત્તમ વર્ષ બનાવી શકે તે માટે તેમનું સશકિતકરણ કરવાના ધ્યેયથી કરાયું હતું. આ ઈવન્ટમાં ડર્મેટોલોજીસ્ટ્સ પોતાની દૈનિક કામગીરીમાં તાત્કાલિક અમલી બનાવી શકે તેવી પદ્ધતિઓ અને વિચારો ઉપરાંત ત્વચા અને વાળની માવજત અંગે લોકોમાં જાગરુંકતા કેવી રીતે ફેલાવી શકાય તે સહિતના વિષયોને આવરી લેવાયા હતાં.

(3:35 pm IST)