Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

હીરાનું કારખાનું બંધ થતાં બેકાર બનેલ કારખાનેદારે રાતોરાત કરોડો કમાવવા માટે આંગડિયા પેઢી લુંટવાનો પ્લાન ઘડેલો

કુખ્યાત ડાકુઓની ભૂમિના મૂળ વતની દ્વારા મહેન્દ્ર સોમાભાઇ આંગડિયા પેઢી લૂંટવા દિલ્હી અને મધ્યપ્રદેશથી સાથીઓને સુરત બોલાવેલ :સુરતને ક્રાઇમ ફ્રી બનાવવા સીપી અજયકુમાર તોમર અને એડી.સીપી શરદ સિંઘલની રણનીતીનો અમલ કરવાની જવાબદારી લેનાર મુળ સૌરાષ્ટ્રના વતની એવા એસીપીઆર. આર. સરવૈયાની ટીમની તપાસમાં ધડાકો

  રાજકોટ તા.૧૫, લોકડાઉન દરમ્યાન પોતાનું હીરા ઉદ્યોગનું નાનું કારખાનું બંધ થતાં એ કારખાનેદારે દ્વારા આંગડિયા પેઢી લૂંટવા માટે જાતે લૂંટારૂ બની દિલ્હીથી સાથીદારો બોલવી ઘાતક હથયારો સાથે ખોફનાક લૂટને અંજામ આપે તે પહેલાં સુરત ક્રાઈમ બ્રાન્ચ ટીમ દ્વારા આરોપીને ઝડપી લેવાતા પોતાના તથા એડી.સીપી ની રણ નીતિ મુજબ ફરજ બાજવવા બદલ એસીપી આર. આર.સરવૈયા ટીમની પીઠ થાબડી હતી. 

ક્રાઈમ બ્રાન્ચ સૂત્રોમાંથી સાંપડતા અહેવાલો મુજબ સુરતને ડ્રગ્સ અને ક્રાઇમ ફ્રી કરવાના અભિયાન અંતર્ગત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા એડી.સીપી શરદ સિંઘલ અને ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી રાહુલ પટેલ તથા એસીપી સાથે ચર્ચા કરી વિશેષ જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ એસીપી આર.આર.સરવૈયાને સુપરત કરી હતી..

પોલીસ કમિશ્નરની સૂચન મુજબ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ બાતમી આધારે પટેલ મહેન્દ્ર સોમાભાઇની આંગડિયા પેઢી કે ને લૂંટવાના ઇરાદે નીકળેલ અજિત ચૌહાણ તથા રોનીત ચૌહાણ અને પ્રિતેશ તથા ઊર્ફે ટાયગરની સાથે સાથે ઉદયવિર સિહ ઉર્ફ પપુ અને રવી પ્રતાપસિંહ તોમરની ઝડપી લીધા હતા.આરોપીઓ ઉતર પ્રદેશ અને મધ્યપ્રદેશ અને એક આરોપી એક યુગના કુખ્યાત ડાકુની ભુમી મુરેનાના છે.

  મૂળ સૌરાષ્ટ્રના પાલીતાણા પંથકના એસીપી ક્રાઇમ શ્રી.સરવૈયા દ્વારા આગવી ઢબે પૂછ પરછ કરતા આરોપી ઉદયસિંહ ઉર્ફ પપ્પુ દ્વારા સુરતમા હીરાના કારખાનું નાને પાયે શરૂ થયેલ. લોકડાઉન જેવી પરિસ્થિતિને કારણે બંધ થતાં નાણાકીય સ્થિતિ મજબૂત કરવા મૂળ મધ્ય પ્રદેશના મુરેનાના વતની દ્વારા દિલ્હી અને મધ્ય પ્રદેશથી પોતાના મિત્રો બોલાવી કરોડો લુટવા કરેલ પ્લાન અમલી બને તે પહેલા ઝડપાઇ ગયા હતા. આંમ સુરત પોલીસ એક પછી એક સફળતાના શિખરો સર કરી રહી છે.

(3:37 pm IST)