Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

એક માસૂમ બાળકનું એક કિશોર દ્વારા અપહરણ કરી ફોન સ્વીચ ઓફ કરવા છતાં સફળતા મળવાની રસપ્રદ કથા

૪૪.૫૦ લાખની લૂટ , અને ૫૦૦ કરોડ માટે મહંતનું અપહરણ કરનાર આરોપીઓને ઝડપી લેનાર મૂળ સૌરાષ્ટ્રના વતની એવા અમદાવાદ ગ્રામ્યના સાણંદના વિભાગીય વડાના માર્ગદર્શન હેઠળ સફળતાંની હેટ્રિક :ટેકનિકલ સોર્સના અભાવે DYSP કે.ટી.કામરિયા ટીમ જૂના યુગ માફક અનુભવ અને બાતમીદારો સાથે આખી રાત દોડી અશકય ને શક્ય કરી બતાવ્યું

રાજકોટ તા.૧૫,પોલીસ ધારેતો શું ન કરી શકે તેવું અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ફકત ૧૫ દિવસમાં ત્રીજી વાર મૂળ સૌરાષ્ટ્રના વતની એવાં DYSP કે.ટી.કામરીયના માર્ગદર્શન હેઠળ સિદ્ધ કરવા સાથે ટેકનિકલ સોર્સ નહોય તેવા સંજોગોમાં જૂના યુગ પ્રમાણે પોતાની છઠ્ઠી ઈન્દ્રિય કામે લગાડી કય રીતે ગુન્હો તાકીદના સમયમાં ઉકેલી શકાય તેની અનોખી મિશાલ પૂરી પાડી છે.

મૂળ રાજસ્થાન રાજ્યના વતની અને હાલ અમદાવાદ ખાતે રહી રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા શ્રમીક ફરીયાદિશ્રી તા ૧૨/૦૧/૨૦૨૧ ના રોજ સવારના પોતાના સસરાને અમદાવાદ સીવીલ યુ.-એન.મહેતા હોસ્પીટલ ખાતે સારવાર અર્થે દાખલ કરેલ હોય તેઓની ખબર કાઢવા ગયેલ અને સાંજના આશરે સાત વાગ્યે પરત આવતા પોતાના ત્રણ સંતાનો પૈકી સૌથી નાનો દિકરો મહેન્દ્ર ઉ.વ.-૦૭ (નામ બદલેલ છે) નો ઘરે જણાયેલ નહિ જેથી તેની તપાસ કરતા એક વાઇટ કલરની એકટીવા ઉપર એક પાતળા સરખા છોકરો સાથે મહેન્દ્રને જોયેલાનુ સાહેદ દ્વારા જાણવા મળતા એકટીવા- સંબધેની તપાસમાં જા.જે.૦૧.-એન.એચ.૭૨૨૭ નંબરની એકટીવા લઇ સહદેવ (નામ બદલેલ છે.) નામનો પરપ્રાંતિય ઇસમ આવેલાની હકિકત સામે આવેલ જેથી ગુમ થનાર તથા સહદેવની તેના રહેઠાણના સરનામે તપાસ કરતા મળી આવેલ નહિ તે દરમ્યાન સહદેવ સાથે રહેતા ચંદનકુમાર ગૃપ્તા નાએ આ સહદેવ નંબર ઉપર ફોન કરતા ફોન ભોગનનાર મહેન્દ્રએ રીસીવ કરેલ જેમા ભોગનનાર સગીરએ જણાવેલકે મને કેદ કરવામાં આવ્યો છે મને તુરત બચાવી લ્યો.એટલું બોલી ફોન કટ કરી નાખેલ.ફરિયાદી તુરંત પોલીસનો સંપર્ક કરતા રૂરલ એસપી વીરેન્દ્ર યાદવ દ્વારા પડકારજનક કર્યો હમેશાં દીલ દિમાગને કામે લગાડી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા DYSP કે.ટી.કામરિયાને આ કામગીરી સુપરત કરતા આરોપીનો ફોન સ્વીચ ઓફ હોવાથી અને આરોપી કિશોરના કોય સંબંધી ન હોવાથી એલસીબી અને sog ટીમો દોડવા સાથે બાતમીદારોને પણ કામે લગાડી દીધા. આરોપી દ્વારા આવતા વ્હોટસએપ મેસાજની તમામ ટીમો દ્વારા એકબીજા સાથે શેર કરી આરોપીના લોકેશન શોધવાં કામે લાગેલ.

 આ દરમિયાન જેનું એકિટવા લીધેલ તે એકિટવા કે જે અપહરણમાં ઉપયોગમાં લેવાયેલ તે શોધી કાઢ્યું.

  આરોપી કિશોર વયનો હોવાથી માસૂમ બાળક શોધવા પોલીસ પાસે ટેકનોલોજીની મદદ ન હોય પોલીસ દ્વારા દરેક દરેક મિનિટ મહત્વની હતી.

 આરોપી જયા ફરજ બજાવતો હતો ત્યાં પણ DYSP કે.ટી.કામરિયા દ્વારા એક ટીમ રવાના કરવામાં આવી પરંતુ કોઈ ઉપયોગી માહિતી બહાર ન આવી આમ છતાં પોલીસ જરા પણ નિરાશ થયા વગર તપાસ ચાલું રાખી. આ દરમ્યાન આરોપી દ્વારા રેલવે સ્ટેશને પોહચી પોતાના વતનની ટ્રેન સવારે જ હોવાની માહિતિ મેળવી.

 સવાર સુધી સંતાવવા એક ખેતર જેવી જગ્યાનો ઉપયોગ કરી છુપાયો. આ તરફ શ્રી.કે.ટી.કામરિયા દ્વારા પોતાના અનુભવ દ્વારા આરોપીના વતનની માહિતી મેળવી ટ્રેન નો સમય જાણવા સાથે આરોપી માટે કોઇ આશ્રયસ્થાન ન હોય ચોક્ક્સ ત્રીજિયમાં નીરવ જગ્યાએ છુપાસે તેવા અનુમાન સાથે વેરાન સ્થળો પર પાવર ફૂલ લાઈટો સાથે શોધખોળ તેજ કરવા આપેલ સૂચના રંગ લાવી અને એક ખેતર જેવા સ્થળેથી આરોપીને ઝડપી પિતાને હવાલે કર્યો ત્યારે પિતાની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા અને પોલીસની મહેનત સફળ થતા એસપી યાદવ દ્વારા તમામને અભિનંદન આપવામાં આવ્યા. .

  અત્રે યાદ રહે કે કે.ટી.કામરીયા ટીમ દ્વારા ૪૪.૫૦ લાખની લૂંટનો ભેદ તથા ૫૦૦ કરોડની જમીન માટે મહંતનું અપહરણ કરનાર આરોપીઓને ગણત્રીના કલાકોમાં ઝડપી લીધેલ. કોય જાતના ટેકનિકલ શોર્ષ વગર અપહરણના આરોપીને ઝડપી લેવામાં LCB પી. આઈ.શ્રી. ખાંટ તથા ટીમ અને વિવેકાનંદ નગર પોલીસ મથકના પીઆઇ વાય.બી.ગોહિલ તથા સ્ટાફની સાથે કણભા પોલીસ મથકના પોલીસ ઓફિસર કે.બી.ઠાકોર ટીમ કાર્યરત બની હતી.

(3:36 pm IST)