Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કપડવંજના દાણીવાડા વિસ્તારમાં 41ટેલર ચાઈનીઝ દોરી સહીત 20 તુક્કલ સાથે પોલીસે શખ્સની ધરપકડ કરી

કપડવંજ : ચાઈનીઝ દોરીના ૪૧ ટેલર અને ૨૦ તુક્કલ પકડાયા કપડવંજના દાણીવાડા વિસ્તારમાં આવેલ પીપલ્સ બેંકના ખાંચામાં રહેતાં ધવલભાઈ મહેશભાઈ શાહ તેના ઘર આગળ ખુલ્લી જગ્યામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ તુક્કલનું વેચાણ કરતો હોવાની માહિતી કપડવંજ ટાઉન પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગતરોજ સાંજના સમયે દરોડો પાડ્યો હતો. જ્યાં બે કોથળાં લઈ ઉભેલા ધવલભાઈ શાહની પોલીસે અટકાયત કરી હતી. અને તેની પાસેના કોથળાની તલાશી લેતાં તેમાંથી રૂ.૧૧,૯૦૦ કિંમતના ચાઈનીઝ દોરીના ૪૧ ટેલર તેમજ રૂ.૪૦૦ કિંમતના ૨૦ ચાઈનીઝ તુક્કલ મળી કુલ રૂ.૧૨,૩૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કર્યો હતો. નડિયાદ : મોપેડ પર ચાઈનીઝ દોરીની હેરાફેરી કરતો ઈસમ ઝડપાયો નડિયાદમાં આવેલ રિલાયન્સ મોલ નજીકથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો લઈ મેસ્ટ્રો (મોપેડ) પર નીકળેલો એક ઈસમ સંતરામ સર્કલ પાસેથી પસાર થનાર હોવાની માહિતી નડિયાદ ટાઉન પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે સંતરામ સર્કલ નજીક વોચ ગોઠવી મેસ્ટ્રો લઈને પસાર થતાં યોગેશભાઈ માલજીભાઈ વાઘેલા (રહે.ભાચાસર, લ-મીપુરા તાબે ચકલાસી, તા.નડિયાદ) ની અટકાયત કરી હતી. અને તેની પાસેના થેલાની તલાશી લેતાં તેમાંથી રૂ.૧૫૦૦ કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૫ નંગ રીલ મળી આવી હતી. પોલીસે કડકાઈ દાખવી પુછપરછ કરતાં આ દોરીનો જથ્થો તે પોતાના શેઠ કમલભાઈ અશોકભાઈ ઠક્કર (રહે.પ્રયાગ પાર્ક, પેટલાદ રોડ, નડિયાદ) પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરી હતી. જેના આધારે પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:09 pm IST)