Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

દહેજ મામલે આણંદની પરિણીતા પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ: શહેર ખાતે રહેતી એક પરિણીતાના જુગારીયા પતિએ સાસુ-સસરા સાથે મળીને તેણી ઉપર શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારીને દહેજમાં બે લાખની માંગણી કરતાં આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ટીંબા ગામની નીલોફરના લગj ૧૮ વર્ષ પહેલા આણંદની ટીબી હોસ્પીટલ પાછળ રહેતા ઈરફાન હાજીમહંમદભાઈ વ્હોરા સાથે થયા હતા. શરૂનું એક વર્ષનુ લગjજીવન સુખરૂપ ચાલ્યું હતુ. ત્યારબાદ પતિ જુગાર રમવાની ટેવવાળો હોવાની પત્નીને જાણ થઈ હતી. દરમ્યાન તેણીએ બે સંતાનનો જન્મ આપ્યો હતો. થોડા સમય પછી સાસુ સુફીયાબેન અને સસરા હાજીમહંમદની ચઢવણીથી પતિ ઈરફાને નાની-નાની બાબતોએ ઝઘડા કરીને તેણીને મારઝુડ કરવાનું ચાલુ કરી દીધું હતુ. જુગારની લત્તે ચઢેલા પતિએ તેણીના દાગીના પણ વેચી માર્યા હતા.

ત્યારબાદ તેણીને પિયરમાંથી બે લાખ રૂપિયા દહેજમાં લઈ આવવાની માંગણી ચાલુ કરી દીધી હતી. જે ના સંતોષાતા તેણી પરના ત્રાસમાં વધારો કરી દીધો હતો. જેથી કંટાળેલી પરિણીતાએ આણંદના મહિલા પોલીસ મથકે આવીને ત્રણેય વિરૂદ્ઘ ફરિયાદ આપી હતી.

(5:11 pm IST)