Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

વલસાડના ઊંટડી ખાતે દિકરી વધામણા કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

વલસાડ: બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહ ઉજવણી અંતર્ગત વલસાડ તાલુકાના ઊંટડી   વિભાગ કેળવણી મંડળ ખાતે દિકરી વધામણા કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે જિલ્લા મહિલા  અને બાળ અધિકારીશ્રી  સમાજ કલ્‍યાણ( વિકસિત જાતિ)  અધિકારીશ્રી, ઊંટડી   વિભાગ કેળવણી મંડળ પ્રમુખ હાજર રહી દીકરી વધામણા કીટનું વિતરણ  અને વ્‍હાલી દિકરી યોજનાના હુકમોનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે પોલીસ બેઇઝડ સ્‍પોર્ટ સેન્‍ટરની યોજનાકીય માહિતી, વ્‍હાલી દિકરી યોજના, સખી વન સ્‍ટોપ સેન્‍ટર, વિધવા સહાય તેમજ ૧૮૧ અભ્‍યમ મહિલા હેલ્‍પલાઇન અંગેની વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. આ અવસરે બેટી બચાવો બેટી પઢાઓ ના પ્રચાર પ્રસાર માટે  યોજનાકીય પેમ્‍ફલેટ અને લોગો સાથેના માસ્‍કનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમ  પ્રસંગે  દીકરીઓના નામની નેમપ્‍લેટ લગાવીને વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમ મહિલા શકિત કેન્‍દ્રના સ્‍ટાફ, સીડીપીઓ, આંગણવાડી સુપરવાઇઝર અને આંગણવાડી કાર્યકરના સંકલનથી યોજવામાં આવ્‍યો હતો.

(9:08 pm IST)