Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

સુરતમાં સમગ્ર રસીકરણ અભિયાન અંતર્ગત કુલ 4680 આરોગ્ય કર્મીઓને વેક્સિન અપાશે

બારડોલી તાલુકામાં 1037, મહુવામાં 1087, ચોર્યાસીમાં 1798 અને ઓલપાડ તાલુકામાં 758 આરોગ્યકર્મીઓનો સમાવેશ

સુરત : કોરોના સામે જંગ સમાન વિશ્વના સૌથી મોટા એવા દેશવ્યાપી રસીકરણ અભિયાનનો આજે તા.16મીથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સુરત જિલ્લામાં જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાના માર્ગદર્શન મુજબ સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે.

 રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે સુરત જિલ્લાના બારડોલી, મહુવા, ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના 400 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી મૂકાશે. તેમજ સમગ્ર રસીકરણ અભિયાન અંતર્ગત આ ચાર તાલુકાના કુલ 4680 આરોગ્ય કર્મીઓને વેક્સિન અપાશે. જેમાં બારડોલી તાલુકામાં 1037, મહુવામાં 1087, ચોર્યાસીમાં 1798 અને ઓલપાડ તાલુકામાં 758 આરોગ્યકર્મીઓનો સમાવેશ થાય છે. રસીકરણની પ્રક્રિયા દરમિયાન દરરોજ 100ની સંખ્યામાં અગ્રીમ હરોળના કોરોના યોદ્ધા આરોગ્ય સેનાનીઓ રસી અપાશે.

(10:28 pm IST)