Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં જાહેરનામાના પાલન સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ઉત્તરાયણના પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો જેમાં કોવિડના નિયમના પાલન સાથે પતંગ રસિયાઓએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.ગત વર્ષોની સરખામણી માં આ વર્ષે ધાબાઓ ઉપર જાહેરનામા

ના કારણે વધુ ભીડ એકઠી થઈ ન હોય દરેક પરિવારો એ પોતાની અગાસીઓ ઉપર પતંગો ચકાવી આનંદ લીધો હતો ત્યારે નર્મદા પોલીસ પણ આ બાબતે સજાગ બની હોય કોઈ જાહેરનામા નો ભંગ ન કરે તે માટેની સંપૂર્ણ તકેદારી રખાઈ હતી.ત્યારે મોડી સાંજ સુધી પતંગ રસિયાઓ પતંગ ની સાથે સાથે ઊંધીયા, જલેબી અને ફટાકડા ફોડી ઉત્તરાયણ પર્વ ને નિયમોનુસાર ઉજવ્યો હતો. સાંજ સુધી ઉત્તરાયણ પર્વ માં રાજપીપળા સિવિલ ખાતે એક બાળક અને એક આધેડ સહિત બે ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે લવાયા હતા આમ જોવા જઈએ તો ગત વર્ષો કરતા આ વર્ષની ઉત્તરાયણ એક પારિવારિક ઉત્તરાયણ જોવા મળી હતી.

(11:42 pm IST)