Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

રાજપીપળા સિવિલ હોસ્પિટલની લેબોરેટરીમાં સ્ટાફ મુકવા લેખિત જાણ કરવા છતાં સ્ટાફ ન મુકાતા મુશ્કેલી વેઠતા દર્દીઓ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સિવિલ હોસ્પિટલની લેબોરેટરીમાં સ્ટાફની અછત હોય નવો સ્ટાફ મુકવા બાબતે જવાબદારો એ સિવિલ સર્જનને લેખિત જાણ કરવા છતાં સ્ટાફ ન મુકાતા દર્દીઓ અને લેબ.ના સ્ટાફને મુશ્કેલીનો સામનો કરવો પડે છે
નર્મદા જિલ્લામાં હાલમાં કોરોનાના કેસ જોવા મળતા હોવાથી કોવિડના ટેસ્ટિંગ માટે રાજપીપળા સિવિલ અને કોવિડમાં લેબ ટેક્નિસિયન સહિતનો સ્ટાફ જરૂરી છે પરંતુ રાજપીપળા સિવિલમાં સ્ટાફની ઘટ હોવાથી લેબોરેટરી ના જવાબદારો એ સિવિલ સર્જનને ડિસેમ્બર,જાન્યુઆરી મહિનામાં લેબ. ટેકનિશિયન અને આસિસ્ટન્ટ ઓછા હોવાથી કોવિડ લેબમાં સ્ટાફની ભરતી કરવા લેખિત જાણ કરી હતી છતાં આજદિન સુધી સ્ટાફની ભરતી ન થતા દર્દીઓ અને લેબોરેટરી નો હાજર સ્ટાફ મુશ્કેલી માં મુકાયા છે.માટે સિવિલ સર્જન સત્વરે સ્ટાફની ભરતી કરે તો દર્દીઓની તકલીફ નો અંત આવશે.

(11:12 am IST)