Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ:ઘટનાને પગલે રાજધાની બાદની તમામ ટ્રેનને 5 મિનિટ લેટ કરાઈ

રાજધાની એક્સપ્રેસ ટ્રેનના પાયલોટ મહમદ સિદ્દીકીએ અતુલ રેલવે સ્ટેશન ઉપર સ્ટેશન માસ્તરને જાણ કરી હતી:ઘટનાની જાણ થતાં રેલવે અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

 (કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે રેલવે કોઈ અસામાજિક તત્વોએ સિમેન્ટનો પોલ રેલવે-ટ્રેક ઉપર મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો.ધટના ની જાણ થતા પોલીસ કાફલો ધટનાએ પહોંચ્યો હતો
સાંજે ટ્રેન 7.10 વાગ્યે પસાર થતાં સિમેન્ટના પોલને છૂંદી કાઢ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારી, સુરત રેન્જ DG સહિત વલસાડ પોલીસ અને રેલવેની GRP અને RPF સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઘટનાને પગલે રાજધાની બાદની તમામ ટ્રેનને 5 મિનિટ લેટ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ટ્રેન સહિત તમામ યાત્રિકો સુરક્ષિત છે.ટ્રેન કે યાત્રિકને કોઈ નુકસાન નહીં

 વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે શુક્રવારે સાંજે ટીખળખોરે તારખૂંટાનો નજીકથી પોલ ઉખાડી અમદાવાદ તરફના રેલવે-ટ્રેક ઉપર પોલ મૂક્યો હતો. તે ટ્રેક ઉપરથી પસાર થતી રાજધાની ટ્રેને સિમેન્ટના પોલને તોડી નાખ્યો હતો અને ટ્રેનના યાત્રીઓને કે ટ્રેનને કોઈ નુકશાન પહોંચ્યું નહોતું.

 આ ઘટના અંગે રાજધાની એક્સપ્રેસ ટ્રેનના પાયલોટ મહમદ સિદ્દીકીએ અતુલ રેલવે સ્ટેશન ઉપર સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા જ GRP, RPF અને વલસાડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘટનાની ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હતી. રાજધાની જેવી VIP ટ્રેનના સમયે કયા કારણોથી રેલવે ટ્રેક ઉપર પોલ મૂકવામાં આવ્યો હતો તે અંગે તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી બાતમીદારોને સતર્ક કરી અને ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ મેળવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે
પોલીસે તપાસ હાથ ધરી રેલવે દ્વારા બાઉન્ડરી બાંધવા ઉપયોગમાં લેવાયેલા સિમેન્ટનો પોલ કોણે અને કયાં કારણોથી રેલવે-ટ્રેક પર મૂક્યો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી રહી છે. વલસાડ LCB, રૂરલ પોલીસ, GRP અને RPFની અલગ-અલગ ટીમ બનાવી ઘટનાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળે મળેલા પુરાવાઓ એકત્રિત કરી આરોપીઓનું પગેરું મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. હાલ આ બનાવ અંગે રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(1:06 pm IST)