Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ગાંધીનગરમાં ર૦રપ સુધીમાં પ૦ ટકા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો લક્ષ્યાંક : અમિતભાઇ શાહ

પ્રાકૃતિક ખેતીનાં સેમીનારમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ જોડાયા

રાજકોટ, તા. ૧પ :  પ્રાકળતિક ખેતીના સેમિનારને કેન્‍દ્રીય ગળહ મંત્રી અમિતભાઇ  શાહે સંબોધન કર્યુ હતું. જેમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને એક હજાર જેટલા ખેડૂતો ઓનલાઈન જોડાયા હતા. મુખ્‍યમંત્રી નિવાસસ્‍થાનેથી વીડિયો કોન્‍ફરન્‍સથી જોડાયા હતા. જેમાં પ્રાકળતિક ખેતીને વેગ આપવા માટેના પ્રયાસો પર ચર્ચા કરાઈ હતી. કેન્‍દ્રીય સહકાર મંત્રી અમિતભાઇ શાહે પ્રાકળતિક ખેતીનો લોગો, મોબાઈલ એપ અને ઈ વહીકલ લોન્‍ચ કર્યું હતું. આ કાર્યક્રમમાં આજે ૧ હજાર ખેડૂતો વર્ચ્‍યુઅલી જોડાયા હતા.
પોતાના સંબોધનમાં અમિતભાઇ શાહે જણાવ્‍યું, રાસાયણિક ખેતીથી દેશને નુકસાન થઈ રહ્યું છે. કેન્‍સરનો ખતરો વધી રહ્યો છે, તેનો સામનો કરવો પડશે. પીએમ મોદીએ આ માટે કામ શરૂ કર્યું છે. પ્રાકળતિક ખેતી જ એકમાત્ર વિકલ્‍પ છે. હું ભાજપનો અધ્‍યક્ષ હતો ત્‍યારે આચાર્ય દેવવ્રતજીના ફાર્મ પર ગયો હતો. ત્‍યાં મેં આ ખેતી જોઈ અને અનુભવી હતી. પ્રાકળતિક ખેતીથી જમીન બગડતી અટકે છે. આચાર્ય દેવવ્રતજીના નેતળત્‍વમાં આ અભિયાન ઉપાડ્‍યું છે. હિમાચલ પ્રદેશમાં તેમણે આ અભિયાન ચાલુ કર્યું છે. કોરોનાના કપરા કાળમાં પણ ૨ લાખથી વધુ ખેડૂતો અને ૨.૫ લાખ હેક્‍ટર જમીનમાં પ્રાકળતિક ખેતી શરૂ થઈ હતી. જેનો મતલબ છે કે ગુજરાતના ખેડૂતોએ આ ખેતીનો લાભ સમજ્‍યો છે. આ આખી વાત ૧૬ ડિસેમ્‍બરે પીએમ મોદીએ ૮ કરોડ ખેડૂતોને સમજાવી હતી. અનેક ખેડૂતોએ આ બાબતે શરૂઆત કરી છે. ગાંધીનગરના સાંસદ તરીકે ૨૦૨૫ સુધીમાં મારા મત ક્ષેત્રમાં ૫૦્રુ ખેડૂતોને પ્રાકળતિક ખેતી તરફ વાળવાનો મારો લક્ષ્યાંક છે.
આ પ્રસંગે રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યુ હતુ કે, પ્રાકળતિક ખેતીથી ખેડૂતોને ૫૦્રુ પાણીનો ઉપયોગ ઘટશે. જમીનની ફળદ્રુપતા વધશે. વધારાના કોઈ ખર્ચ વગર પ્રાકળતિક ખેતી થઈ શકે છે. ઉત્‍પાદનમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થતો નથી. આત્‍મ નિર્ભર ખેડૂત એ આત્‍મનિર્ભર ભારતનો પાયો છે. હિમાચલ પ્રદેશમાં આ મામલે ખૂબ મોટું કામ થયું છે. ત્‍યાં દોઢ લાખથી વધુ ખેડૂતો પ્રાકળતિક ખેતી કરે છે. પ્રાકળતિક ખેતી કરનારા ખેડૂતોની આવકમાં ૨૭ ્રુ નો વધારો થયો છે. ગુજરાતમાં ૨ લાખ ખેડૂતો પ્રાકળતિક ખેતી સાથે જોડાયા છે. એક મહિનામાં ૧૦,૦૦૦ થી વધુ ખેડૂતોને પ્રાકળતિક ખેતીની ટ્રેનીંગ આપવામાં આવી છે. રાજ્‍યના તમામ ખેડૂતોને પ્રાકળતિક ખેતી સાથે જોડવાનું લક્ષ્યાંક છે. આજે ૧ હજાર ખેડૂતો વર્ચ્‍યુઅલી જોડાયેલા છે.


 

(4:00 pm IST)