Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ખેરગામમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે CNG પંપનો પ્રારંભ કરાવાયો

ખેરગામમાં સીએનજી પંપ શરૂ થતાં સીએનજી કાર ચાલકોને મોટી રાહત: ખેરગામમાં સીએનજી પમ્પ ન હોવાને કારણે વાહન ચાલકોએ ગુંદલાવ, ચીખલી, ધરમપુર કે પાણીખડક ખાતે સીએનજી ગેસ ભરાવવાં જવું પડતું હતું.

dir="ltr">(કાર્તિક  બાવીશી દ્વારા ) વલસાડ :ખેરગામમાં સીએનજી પંપ શરૂ થતાં સીએનજી કાર ચાલકોને મોટી રાહત થઈ છે.આજરોજ ગુજરાત રાજ્યના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે અને આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ તથા એચપીસીએલના ડેપ્યુટી જનરલ મેનેજર વિશાલ શર્માના મુખ્ય મહેમાનપદે ખેરગામમાં સીએનજી પમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ખેરગામમાં હાલમાં એક પણ સીએનજી પમ્પ ન હોવાને કારણે વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવી પડતી હતી. સીએનજી પમ્પ ન હોવાને કારણે વાહન ચાલકોએ ગુંદલાવ, ચીખલી, ધરમપુર કે પાણીખડક ખાતે  સીએનજી ગેસ ભરાવવાં જવું પડતું હતું. આજરોજ ખેરગામના ઘર આંગણે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ડ્રીમ પેટ્રોલિયમ ખાતે સીએનજી પમ્પ શરૂ થતા વાહનચાલકોને મોટી રાહત થઈ છે.
આ પ્રસંગે ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રદૂષણ ઘટાડવા માટે ખૂબ પ્રયત્નો કરી રહી છે. જે પ્રયત્નના ભાગરૂપે આ સીએનજી ગેસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. આદિજાતિ, અન્ન-પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલે ખેરગામ વિસ્તારમાં સીએનજી ગેસ સ્ટેશન શરૂ થતા વાહનચાલકોને ઘણી રાહત થઇ છે એમ જણાવ્યું હતું. મુખ્ય મહેમાન એવા એચપીસીએલના ડેપ્યુટી જનરલ મેનેજર વિશાલ શર્માએ એચપીસીએલ ગુણવત્તા અને માપ સંબંધે ખુબ જ સંવેદનશીલ હોવાનું કહી કોઈ પણ ગ્રાહક કોઈપણ પંપ ઉપર કવોલીટી અને કવોન્ટીટી ચેક કરી શકે છે એમ ઉમેર્યું હતું.
આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ રક્ષાબેન પ્રશાંતભાઈ પટેલ, વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સોનલબેન સોલંકી(જૈન), વલસાડ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ, વલસાડ તાલુકા પંચાયતના માજી પ્રમુખ પ્રકાશભાઈ આહીર, વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ પંકજ આહિર, ધરમપુર એપીએમસીના ચેરમેન જીવાભાઇ આહીર, વલસાડ જિલ્લા પંચાયતના વિરોધપક્ષના માજી નેતા અને પારડી સાંઢપોરના સરપંચ ભોલાભાઈ ઉર્ફે ધર્મેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપના ખજાનચી રાજાભાઈ ભાનુશાલી, ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી ઈલિયાસ મલેક, ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ, મહામંત્રી શૈલેષ ટેલર, એચપીસીએલના ચીફ એન્જિનિયર પંકજ વાસવાની, એરીયા સેલ્સ મેનેજર શિરીષ માવછી, નવસારી જિલ્લા પંચાયતના માજી સદસ્ય તારાબેન ખાંડાવાલા,વલસાડના એડવોકેટ પૂનમસિંગ ઇન્દા, સિદ્ધાર્થ શાહ, સચિન દેસલે, જતીન પટેલ, ખેરગામના એડવોકેટ નિશાંત પરમાર, કૌશિક ખેરગામકર સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
 આ ઉપરાંત પત્રકારો બ્રિજેશ શાહ, મુકેશ દેસાઈ, અશોક માળી, દિપક  આહિર, વિજય યાદવ, કાર્તિક બાવીસી, કમલેશ હરિયાવાલા, દિલીપ ખાચર, અક્ષય કદમ, તરૂણ નાયકા, વિનોદ મિસ્ત્રી,આસિફ શેખ, જીગ્નેશ પટેલ સહિત ઘણા પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં. સર્વે ઉપસ્થિત મહાનુભવોનો હર્ષદ આહિરે આભાર માન્યો હતો. કાર્યક્રમનું સંચાલન અરવિંદ ચૌહાણે કર્યું હતું. કાર્યક્રમમાં કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું હતું.
(8:00 pm IST)