Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ગોધરામાં ઉતરાયણની સાંજથી આકાશમાં મોટી સંખ્યામાં પ્રતિબંધિત ચાઇનીસ તુક્કલ દેખાયા

જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં ઉડતા દેખાતા તંત્ર સામે ઉઠ્યા સવાલ

ગોધરા :ઉતરાયણની સાંજથી આકાશમાં મોટી સંખ્યામાં પ્રતિબંધિત ચાઇનીસ તુક્કલ દેખાયા હતા.પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે ઉતરાયણ પર્વની સાંજથી મોટી સંખ્યામાં પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ આકાશમાં ઉડતા દેખાઈ આવ્યા હતા.

જોકે સમગ્ર પંચમહાલ જીલ્લામાં તા - ૨૦-૦૧-૨૦૨૨ સુધી જાહેર સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તેમજ ચાઈનીઝ તુક્કલ/માંઝા, પ્લાસ્ટિક/સિન્થેટીક ચાઈનીઝ દોરીઓથી પર્યાવરણને થતા નુકસાન તેમજ માનવ તથા પશુ-પક્ષીઓને થતી જીવલેણ ઈજાઓને ધ્યાનમાં રાખીને પ્રતિબંધિત ચાઈનીઝ ઉત્પાદકોના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પંચમહાલ જીલ્લા અધિક મેજિસ્ટ્રેટ ધ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.

જાહેરનામામાં એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યું હતું કે પ્લાસ્ટિક, નાયલોન/સિન્થેટિક મટીરીયલમાંથી બનાવવામાં આવેલી દોરીઓ/ ચાઈનીઝ દોરીઓનાં ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કે ઉપયોગ કરનાર સામે અને જાહેરનામાંના હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ભારતના ફોજદારી અધિનિયમની કલમ- 188 અનુસાર શિક્ષાને પાત્ર થશે.

છતાય સમગ્ર પંચમહાલ માં ઉતરાણના પર્વ નિમિતે મોટી સંખ્યામાં પ્રતિબંધિત ચાઇનીઝ ઉત્પાદોનું વેચાણ તથા ઉપયોગ થયો હતો. હવે જોવું એ રહ્યું પંચમહાલ પોલીસ તંત્ર પ્રતિબંધિત ચાઇનીઝ ઉત્પાદકો ના ઉપયોગ કરનાર અને વેપારી સામે શું કાર્યવાહી કરશે.

(12:40 am IST)