Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

સી.આર. પાટીલ વિરૂદ્ધ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરતા પરેશ ધાનાણી

રેમડેસીવીર ઈન્જેકશનનું ખોટી રીતે વિતરણ કરવા બદલ કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વિરૂદ્ધ પીટીશન દાખલ કરી

રાજકોટ : ભાજપ દ્વારા રેમડેસીવર ઈન્જેકશન વિતરણનો મુદ્દે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સીઆર પાટીલ સામે પરેશ ધાનાણીની હાઈકોર્ટમાં અરજી કરી છે. રેમડેસીવીર ઈન્જેકશનનું ખોટી રીતે વિતરણ કરવા બદલ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે.

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા રેમડેસિવિરની અનધિકૃત ખરીદી અને ગેરકાયદે વિતરણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં PIL કરી છે. આ અંગે વકીલ આનંદ યાજ્ઞિકે ગુજરાત હાઇકોર્ટમાં PIL ફાઈલ કરી છે.

ભાજપ દ્વારા ૫ હજાર રેમડેસિવર ઈન્જેકશન ખરીદી અને સુરતમાં મફતમાં વહેંચવામાં આવી રહ્યા છે આ અંગે ભાજપે જાહેરાત પણ કરી હતી ત્યારે આ મુદ્દે ગુજરાત સરકાર એટલે કે, મુખ્યમંત્રી રૂપાણીને પૂછવામાં આવ્યુ તો તેમણે પણ એમ જ કહ્યુ હતુ કે આ અંગે સરકાર અજાણ છે સી આર પાટીલને જ પૂછો કે તેઓ આ ઈન્જેકશનનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કેવી રીતે લાવ્યા. આ મુદ્દે ઘમાસાણ મચ્યુ હતુ.

જ્યારે સરકાર પાસે પણ રેમડેસિવરનો પૂરતો જથ્થો નથી ત્યારે ભાજપના સીઆર પાટીલ પાસે આ જથ્થો કેવી રીતે આવ્યો અને તેઓ કયા બેઝ પર આ ઈન્જેકશનનું વહેંચણી કરી રહ્યા છે. આ મુદ્દે તપાસના આદેશ કરવામાં આવ્યા હતા.

(3:54 pm IST)