Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

વેક્સીન નહિ તો વેપાર નહિ : પાટણ પાલિકાનું જાહેરનામું :ધંધાર્થીઓ માટે વેક્સિનેશન જરૂરી

લારી-પાથરણા,દુકાનો,રિક્ષા ચાલકો માટે જાહેરનામું:પાનના ગલ્લા, રેસ્ટોરન્ટવાળા ધંધાર્થીઓનો પણ સમાવેશ

પાટણ નગરપાલિકાએ વેપારીઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. પાટણ શહેરના ધંધાર્થીઓ માટે વેક્સિનેશન ફરજીયાત કરવામાં આવ્યુ છે. વેક્સિન લીધેલી હશે તો જ કરવા વેપાર કરવા દેવામાં આવશે. 

લારી-પાથરણા,દુકાનો,રિક્ષા ચાલકો માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે જેમાં પાનના ગલ્લા, રેસ્ટોરન્ટવાળા ધંધાર્થીઓ નો પણ સમાવશ થઈ જાય છે. વેપારીએ વેક્સિન લીધેલી સ્લીપ બતાવવી પડશે. તો જ તેમને વેપાર કરવા દેવામાં આવશે. વેક્સિનેશન વધારવા-સુપર સ્પ્રેડરોને સુરક્ષિત રાખવા માટે આ નિર્ણય કરાયો હોવાનું નગરપાલિકાનું કહેવું છે.

(12:02 pm IST)