Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

વડોદરાની જેલમાં રોઝા ઇખ્તરીના સમય દરમ્યાન ખાદ્ય સામગ્રીને લઈને બબાલ થતા કર્મચારી પર હુમલો કરનાર ત્રણ કેદીઓ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:શહેરની મધ્યસ્થ જેલ ખાતે હવાલદાર તરીકે ફરજ બજાવતા હનીફભાઇએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે રમજાન મહિનો શરૂ થતા જેલમાં રોજા રાખતા કેદી માટે બહારની સંસ્થા તરફથી આપવામાં આવતી રોજાની સામગ્રી લાવીને કેન્ટીન મારફતે રોજા રાખનાર સુધી પહોંચાડવાની કામગીરી સોંપી હતી. જેથી ગઇકાલે સાંજે યાર્ડ નંબર 9મા રોજા રાખનાર બંદીવાન ભાઈઓ માટે ફ્રુટ દૂધ સહિતની ખાદ્ય સામગ્રીના વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

તે સમયે ખાદ્ય સામગ્રી પૂરતી હોવાનું જણાવી કેટલાક કેદીઓએ વિરોધ કર્યો હતો. જેથી હવાલદારે તેમને સમજાવ્યા હતા કે સામગ્રી સંસ્થાએ સંખ્યા મુજબ આપી છે. તેમ છતાં પણ રોજા માટે આપેલી ખાદ્ય સામગ્રી લીધી હતી અને ખાદ્ય-સામગ્રી ભરેલી લારીને પાકા કામના કેદી ઈરફાન સિરાજ ઘાંચી, કાચા કામનો કેદી નજીર હુસેન ગુલામહુસેન સિંધી તથા સિકંદર ભાઈ ઉર્ફે બંટી ઈબ્રાહીમ સિંધિએ ઝઘડો કરી લારી ઉથલાવવાનો પ્રયાસ કરી હવાલદારને માર માર્યો હતો.

(5:36 pm IST)