Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

વાપીની ખાનગી હોસ્પિટલે કોરોના મહામારીમાં બિલ ચુકવ્યા વગર સ્વજનોને મૃતદેહ આપવાની ના પાડી દીધી

વાપી: કોરોનાની આ મહામારીના સમયે લોકો એકબીજાની મદદ માટે આગળ આવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડી રહ્યાં છે, ત્યારે કેટલાક એવા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવે છે, જે તમને અંદરથી હચમચાવી નાંખે. આવો જ એક બનાવ વાપી શહેરમાંથી સામે આવ્યો છે. જ્યાં એક ખાનગી હોસ્પિટલે બિલ ચૂકવ્યા વિના કોરોના ગ્રસ્ત દર્દીના સ્વજનોને તેમનો મૃતદેહ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આટલું જ નહીં, હોસ્પિટલે સ્વજનોની કાર કબ્જે કરી લીધી હતી.

દર્દીના મોત બાદ અંતિમ સંસ્કાર માટે હોસ્પિટલ સત્તાધીશોએ મૃતદેહ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. મૃતકના સ્વજનોનો આરોપ છે કે, હોસ્પિટલ સત્તાધીશોએ તેમને પહેલા પૂરુ બિલ ચૂકવવા માટે કહ્યું હતું. જો કે પરિવારજનો પાસે તે સમયે તેમની કાર સિવાય કશું જ નહતું. આથી હોસ્પિટલ સત્તાધીશોએ તેમની કાર ગીરવે રાખી લીધી અને પછી જ પરિવારજનોને ડેડબોડી સોંપવામાં આવી. જે બાદ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતકના પરિવારજનોની ફરિયાદ બાદ જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા કાર પરત કરી દેવામાં આવી. આ અંગે હોસ્પિટલના MD ડૉ અક્ષય નાડકર્ણીનું કહેવું છે કે, હોસ્પિટલ તરફથી બિલમાં પૈસા ઓછા કરવામાં આવ્યા હતા. જો કે પરિવારે બિલ જ ચૂકવ્યું નહતું.

(5:37 pm IST)