Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ નજીક પત્નીના ચહેરા પર એસડી નાખવાની ધમકી આપનાર પતિ સહીત સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના ન્યુ વીઆઇપી રોડ પર રહેતી 22 વર્ષીય સોનલબેનએ (નામ બદલ્યું છે) વર્ષ 2020 દરમિયાન કૃણાલ કુકરેજા (રહે-સરસ્વતી એપાર્ટમેન્ટ, વારસિયા, વડોદરા) સાથે લવમેરેજ કર્યા હતા.

લગ્નના ચાર મહિના બાદ નણંદ લતાબેન કુકરેજા અવારનવાર સોનલબેન સાથે ઝઘડો કરતા તે પોતાના પિયર જતા રહ્યા હતા અને છેલ્લા એક મહિનાથી સોનલબેન માતા સાથે રહે છે.

12 એપ્રિલ સોમવારના રોજ રાત્રે કૃણાલએ પત્ની સોનલ અને સાસુને મોબાઇલ ફોન ઉપર અપશબ્દો બોલી પત્નીના ચહેરા ઉપર એસિડ નાખવાની ધમકી આપી હતી. યુવતીની ફરિયાદના આધારે બાપોદ પોલીસે કૃણાલ કુકરેજા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:38 pm IST)