Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

અમદાવાદમાં તમામ પ્રકારની ખાનગી ઓફિસો, સંસ્થાઓ, કોમર્શિયલ એકમોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી રાખવાની રહેશે

મનપા દ્વારા લેવાયો નિર્ણય : ઔધોગિક એકમોને આમાંથી મક્તિ આપવામાં આવેલ છે

નોવેલ કોરોના વાયરસ (કોવીડ-19)ને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સૂચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા માટે જરૃરી બહુઆયામી વિવિધ પગલાંઓ લેવામાં આવેલ છે.

તાજેતરમાં ગુજરાત સરકારનાં ગૃહ વિભાગનાં હુકમ ક્રમાંક નં. વિ 1/કઅવ/102020/482 તા. 12-04-2021 મુજબ કોવિડ-19 નાં સંક્રમણને અટકાવવા અંગેના કેટલાક નિર્ણયો કરવામાં આવેલ છે.

જે અન્વયે અમદાવાદ શહેરમાં આવેલ તમામ પ્રકારની ખાનગી ઓફિસો, સંસ્થાઓ, કોમર્શિયલ એકમોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ ટકા સુધી રાખવાની રહેશે અથવા ઓલ્ટરનેટ ડે એ કર્મચારીઓ ફરજ ઉપર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે તે મુજબનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ છે. ઔધોગિક એકમોને આમાંથી મક્તિ આપવામાં આવેલ છે

(10:10 pm IST)