Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

વ્યારા માટે કાળો દિવસ : વ્યારાના બિલ્ડર નિસિશ શાહની જાહેરમાં હત્યા

વ્યારાના શનિ મંદિર ચાર રસ્તા ઉપર કારમાં આવેલા આશરે ચાર જણા દ્વારા ઉપરાછાપરી તલવારનો હુમલો કરી નાસી છુટયા : નજીકમાં બેઠેલા તરબૂચ વાળાએ છોડાવવાની કોશિષ કરતા ગંભીર રીતે ઘાયલ થયો : લોહીલુહાણ હાલતમાં ઘાયલ નિસિશ શાહને સારવાર અર્થે દવાખાને ખસેડયાો જયાં તબિબે મૃત જાહેર કર્યો : તાપી જીલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત જાહેરમાં મર્ડરની ચકચારી ઘટના

 તાપી : તાપી જીલ્લાના વડામથક વ્યારા ખાતે નિસિશ શાહ નામના બિલ્ડર પોતાના ટુ વ્હીલર ઉપર જઇ રહ્યા હતા ત્યારે કારમાં સવાર ચાર જણાએ વ્યારાના શનિમંદર ચાર રસ્તા ઉપર નિસિશ શાહ ઉપર તલવારના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરી ફરાર થઇ ગયા હતા આ ઘટનામાં નજીકમાં તરબૂચ વેચતા વેપારીએ છોડાવવાનો પ્રયાસ કરતા તેને પણ ઘાયલ કરી ચારેય અજાણ્યા ઇસમો પોતાની કારમાં ફરાર થઇ ગયા હતા આ ઘટનાના પગલે સ્થાનિકો દોડીને આવ્યા અને નિસિશ શાહને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જયાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાપી જીલ્લાના વડામથક વ્યારાને શર્મશાર કરતી એક ઘટના શુક્રવારે બનવા પામી હતી. અખાત્રીજ અને રમજાન ઇદના તહેવારની હર્ષોલ્લાસ સાથે સહિયારી ઉજવણી કરતા નાગરિકો એ વિચાર્યુ પણ નહિ હોય કે દિવસનો અંત લોહિયાળ અને વ્યારાની છબીને શર્મસાર કરતી હત્યાની ઘટના થી થશે.

વ્યારા ખાતે બિલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલા નિસિશ મનુભાઇ શાહ જેઓ મિલનસાર સ્વાભાવના અને લોકસેવાની કામગીરી માટે હંમેશા તૈયાર રહેતા હતા. શુક્રવારે રાત્રે આશરે આઠેક વાગ્યાના સુમારે પોતાના ઘરેથી ટુ વ્હીલર પર નીકળી નજીકમાં આવેલા શનિદેવ મંદિર પાસેના ચાર રસ્તા ખાતે આવેલા તરબૂત વાળાને ત્યાં ઉભા હતા તયાં એક કારનું જીજે-પ-જેપી-ર૪૪પ ના ચાલકે જોરથી પોતાની કારથી ટકકર મારી જેથી નિશિસ શાહ પોતાના ટુવ્હીલર સાથે પડી ગયા અને હજુ ઉઠીને જુએ એ પહેલા વીજળીક વેગે ચાર જાણા ફોર વ્હીલરમાંથી તલવારો સાથે ઉતરી તલાવરોના ઘા મારવા લાગ્યા તેમને રોકવા જતા તરબૂચ વેચનાર ગણેશ નામના ઇસમને પણ પેટમાં તલવાર વાગી હતી. અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. બીજી તરફ કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ નિશિસ શાહને લોહીલુહાણ કરી દઇ પોતાની કારમાં નાસી છુટયા હતા. આ ઘટનામાં કારની ટક્કર એટલી જોરથી મારવામાં આવી હતી કે જેનુ બમ્પર છુટુ પડીને ઘટના સ્થળે રહી ગયું હતું. આટલી મોટી ઘટના બનતા સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જયાંથી નિશિસ શાહને લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જયાં ફરજ પરા તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટના ક્રમ બાબતે નગરમાં લોકોને જાણ થતા લોકટોળા હોસ્પિટલની બહાર ઉમટી પડયા હતા. નિશિસ શાહના પરિાવરને જાણ થતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને અચાનક આવું બનવાથી સ્તબ્ધ થઇ ગયા હતા. પરિવાર જનોના આક્રંદ થી સમગ્ર માહોલમાં શોકની કાલિયા છવાઇ ગઇ હતી. સમગ્ર ઘટના ક્રમ બાબાબતે તાપી પોલીસ દ્વારા આસપાસના તમામ વિસ્તારના જીલ્લાઓમાં કારનો નંબર આપી નાકાબંધી કરી દેવા માટે જણાવાયું હતું. તેમજ આ ઘટના સ્થળની નજીકમાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતાં પ્રાથમિક તારણમાં મહિન્દ્રા કંપનીની ટીયુવી કાર હોવાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા આ ઘટના અંગે પોલીસ ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વ્યારાના ઇતિહાસ માટે આજનો દિવસ કાળા દિવસ તરીકે પોતાની છાપ છોડી જશે કેમકે જાહેરમાં આ રીતે એક બિલ્ડરની હત્યાની ઘટના ખુબ જ શર્મસાર બાબત કહી શકાય. આ ઘટના જોતાં લાગે છે કે ગુનેગારોને હવે પોલીસની બીક રહી નથી ત્યારે આગામી સમયમાં પોલીસ સામે ઉભો થયેલો આ પડકાર આરોપીઓને ઝડપી ને જવાબરૃપે આપે તે આ તબક્કે ખુબ જ જરૃરી છે. બીજી તરફ નગરમાં લોકોમાં વિવિધ ચર્ચાએ જોર પકડયું હતું. જેમાં કોઇ અંગત અદાવત કે પછી કોઇ ધંધાકીય લેતી દેતીના કારણે કોઇએ ઢીમ ઢાળી દીધુ કે શુ ? ની ચર્ચાઓ નગરમાં ચાલી રહી છે ત્યારે પોલીસ તપાસ બાદ જ સત્ય ઉજાગર થશે ત્યાં સુધી રાહ જોવી રહી.

(12:36 am IST)