Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

પોલીસ હેડ કવાટર્સ વલસાડ ખાતે નવા તાલીમાર્થી ઓનો દિક્ષાંત સંમારોહ યોજાયો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : ગુજરાત પોલીસ દળમાં કાયદો અને વ્યવસ્થાને ઉની આંચ ન આવે તે માટે હાલમાં નવા ભર્તી થયેલ પોલીસ કર્મચારીઓનો આઠ માસની તાલીમને અંતે આજરોજ જિલ્લા પોલીસ વડા ડો  રાજદીપસિંહ ઝાલા નાઓની અધ્યક્ષતામાં પોલીસ હેડ કવાટર્સ વલસાડ ખાતે દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું .

  આ સમારોહમાં મનોજ શર્મા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક વલસાડ ,વી.એન.પટેલ નાયબ પોલીસ અધિક્ષક SC / ST સેલ વલસાડ ,  એમ.એન.ચાવડા નાયબ પોલીસ અધિક્ષક . વલસાડ વિભાગ તથા, વી.એમ. જાડેજા નાયબ પોલીસ અધિક્ષક વાપી વિભાગ નાઓ તથા જીલ્લાના પોલીસ ઇન્સ્પેકટરઓ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરનાઓ હાજર રહેલ હતા .સદર દિક્ષાંત સમારોહમાં પોલીસ હેડ કવાટર્સ ખાતે પાયાની તાલીમ લઇ રહેલા ૮૧ પુરુષ લોકરક્ષક તથા ૬૯ સ્ત્રી લોકરક્ષક મળી કુલ્લે ૧૫૦ જેટલા લોકરક્ષકોને રાજદિપસિંહ ઝાલા પોલીસ અધિક્ષક વલસાડ નાઓએ કર્તવ્ય અને નિષ્ઠાના શપથ લેવડાવી પોલીસ ખાતાના આ જવાનો પોતાનું દેશ પ્રત્યે , સમાજ પ્રત્યે અને માનવતા પ્રત્યેનું કર્તવ્ય આદર્શ રીતે બજાવે અને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે તેવી આશા સાથે પ્રેરિત કર્યા હતા

(11:38 am IST)