Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

હજીરાથી દમણ જતા ઓઇલ ટેન્કરોમાંથી યુપીના ભેજાબાજો દ્વારા ઓઇલ ગાયબ કરવાના કૌભાંડમાં ચોંકાવનારી હકીકત બહાર આવી

મુંબઇ સહિતના આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા, ફરાર આરોપીઓને શોધી કાઢવા અન્ય રાજ્યોની પોલીસની મદદ માગવામાં આવી : સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન, વલસાડ એસપી ડો. રાજદીપ સિહ ઝાલાના નેતૃત્વમાં મૂળ રાજકોટના વતની એવા પીઆઇ વી.બી.બારડ ટીમ દ્વારા પર્દાફાશ

રાજકોટ તા.૧૫, ગુજરાતના ચોક્કસ વિસ્તારોમાં ટેન્કરોમાંથી ઓઇલ ચોરી કૌભાંડનો કારોબાર ચાલી રહ્યાની હકીકતો અવાર નવાર બહાર આવે છે તેમાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. પીઆઇ વલસાડ પીઆઇ વી.બી.બારડ ટીમ દ્વારા આવા કૌભાંડની તપાસ દરમિયાન કેટલીક ચોકવનારી બાબતો પણ પ્રકાશમાં આવી છે.

સુરત રેન્જ ના જીલ્લાઓમાંથી પસાર થતા રાષ્ટ્રીય/રાજય ધોરીમાર્ગો પર વાહન ચાલકો સાથે મળી વાહનોમાંથી ગેરકાયદેસર રીતે કેમીકલ અને મટીરીયલ ચોરી કરી કરવા અંગેની ગેરકાયદેસર પ્રવૃતી ઉપર વોચ રાખી આવી પ્રવૃતીમાં સંડોવાયેલ ઇસમોને પકડી આવી ગેરકાયદેસર પ્રવૃતી નેસ્તનાબુદ કરવા માટે શ્રી ઍસ.પી.રાજકુમાર, અધિક પોલીસ મહાનિદેશક સુરત, વિભાગ સુરત તથા શ્રી ડૉ. રાજદીપસિંહ ઝાલા પોલીસ અધિક્ષક વલસાડ આપેલ સુચના આધારે SOG પોલીસ ઈન્સ્પેકટરશ્રી વી.બી.બારડ નાઓના માર્ગદર્શન અન્વયે વલસાડ ઍસ.ઓ.જી શાખાના પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટાફ નાઓઍ પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ સબ ઈન્સ્પેકટર શ્રી ઍલ.જી.રાઠોડ નાઓની ચોક્કસ અંગત બાતમીના આધારે તા.૧૨/૦૫/૨૦૨૧ ના રોજ મોજે કરવડ ગામ ખાતે આવેલ હરીઓમ પેટ્રો ટ્રેડીંગ કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં રેડ દરમ્યાન ટેન્કર નંબર MH 43 Y 7568 માંથી ગેરકાયદેસર રીતે ફર્નેશ ઓઇલ કાઢતા ત્રણ ઇસમોને પકડી લીધેલ હતા અને આ ટેન્કર તથા ગોડાઉન તથા કમ્પાઉન્ડમાંથી બીલ કે આધાર પુરાવા વગરનુ કેમીકલ જેવુ પ્રવાહી, કેરોસીન તથા ઓઇલ તથા ઍસીડ જેવા પ્રવાહી ભરેલ ડ્રમો નંગ-૧૮૭ તથા ટાંકીઓ નંગ-૩ માં મળી કુલ્લે પ્રવાહી ૫૦૩૫૦ લીટર મળી આવેલ આ બાબતે પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ તપાસ હાથ ધરેલ અને તપાસ દરમ્યાન ઉપરોકત ટેન્કર સુરત હજીરા ખાતેથી ફર્નેશ ઓઇલ ભરી ૧૯૯૬૦ કિલોગ્રામ ઓઇલનો જથ્થો દમણ અને વસઇ (મહારાષ્ટ્ર) ખાતે લઇ જવાનો હતો જેમાં ટેન્કર ચાલકે પ્રથમ દમણ ખાતે ન્યુ ટેક પોલીમર્સ પ્રા.લીમીટેડ કંપનીમાં ૧૩૦૦૦ કિલોગ્રામ ઓઇલનો જથ્થો ખાલી કરવાનો હતો પરંતુ ટેન્કર ચાલકે નિયત જથ્થાથી આશરે ૩૦૦૦ કિલોગ્રામ જથ્થો કંપનીમાં ઓછો ખાલી કરેલ ત્યારબાદ ટેન્કરમાં બાકી રહેલ ઓઇલના જથ્થા અંગે ટેન્કર ચાલકે દમણ ખાતે આવેલ સોમનાથ વે-બ્રિજના કર્મચારી સુનીલકુમાર રાય સાથે સેટીંગ કરી ઓઇલના જથ્થાથી ઓછા જથ્થાની વજનની કાંટા ચીઠ્ઠી બનાવેલ અને ત્યારબાદ ૩૦૦૦ કિલોગ્રામ ઓઇલનો જથ્થો ખાલી કરવા કરવડ ખાતે આવેલ હોવાનુ તપાસ દરમ્યાન જણાઇ આવેલ આમ, ટેન્કર ચાલક ખુશ્બુ ખાન તથા હરીઓમ પેટ્રો ટ્રેડીં કોર્પોરેશનના માણસો અરવિંદસિંહ તથા રામભુવાલ અને સુનીલ રાયે ઍકબીજા સાથે મેળાપીપણુ કરી ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ફર્નેશ ઓઇલ કાઢતા હોવાનુ ગુનાહીત કૃત્ય જણાઇ આવતા ટેન્કરના માલીકની મંજુરી વગર ગેરકાયદેસર રીતે ઓઇલનો જથ્થો કાઢી વિશ્વાસઘાત, છેતરપીંડી કરવા તથા ખોટી વજન કાંટા ચીઠ્ઠી બનાવવા અંગે ડુંગરા પોલીસ સ્ટેશન ગુ.રજી.નંબર ૧૧૨૦૦૦૫૧૨ર૧૦૬૬૭/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૪૦૭, ૪૦૮, ૪૧૧, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૬૯,૪૭૧, ૩૪ મુજબ શ્રી સરકાર તરફે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓના નામ સરનામા

 તહોમતદાર :- (૧) ખુશ્બુ S/O વાહીદઅલી ખાન જાતે ખાન ઉ.વ.૨૬ મુળ રહેવાસી. ઉત્તરપ્રદેશ (ટેન્કર ચાલક) (૨) અરવિંદસિંહ સત્યેન્દ્રસિંહ જાતે.સિંહ રહે. વાપી જી.આઇ.ડી.સી, સી ટાઇપ, મુળ રહે. ઉત્તર-દેશ (શૈલેન્દ્રસીં ઉર્ફે ગુડુ નો માણસ) (૩) રામભુવાલ રામઉજાગર ચમાર ઉ.વ.૪૨, ધંધો.નોકરી, રહે. કરવડ ગામ, હરીઓમ પેટ્રોકેમીકલ પ્રાઇવેટ લીમીટેડના કમ્પાઉડમાં આવેલ રૂમમાં, મુળ રહે. ઉત્તરપ્રદેશ (શૈલેન્દ્રસીંગ ઉર્ફે ગુડુનો માણસ) (૪) સુનીલકુમાર S/O ચેતુ મખુંદરાય જાતે રાય ઉ.વ.૪ર ધંધો, નોકરી રહેવાસી, હાલ વાપી કુંભારવાડ, મુ રહેવાસી, બિહાર (સોમનાથ કન્ટેનર વે-બ્રિજનો કર્મચારી)

વોન્ટેડ આરોપી- (૫) શૈલેન્દ્રસીંગ ઉર્ફે ગુડુ રાજનાથ સીંગ રહે. વાપી (હરીઓમ પેટ્રો ટ્રેડીંગ કોર્પોરેશનનો માલીક) (૬) રામજીયાવનબંશ ઉર્ફે કલ્લુ રહે. વાપી (શૈલેન્દ્રસીંગ ઉર્ફે ગુડુનો માણસ) (૭) ગફારભાઇ જેના પુરા નામઠામની ખબર નથી રહે. મુંબઇ

કામગીરીમાં સામેલ ૯૦૯૦૬ વલસાડના અધિકારી/કર્મચારીશ્રીઓઃ-

(૧) શ્રી વી.બી.બારડ પોલીસ ઇન્સ્પેકટર (૨) શ્રી કે.જે.રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેકટર (૩) શ્રી એલ.જી.રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેકટર (૪) અ.હે.કો. પ્રવિણભાઇ કિરશનભાઇ (૫) આ.હે.કો. સયદભાઇ બાબનભાઇ વાઢુ (૬) અ.હે.કો. અશોક રમાશંકર શર્મા (૭) આ.પો.કો. અરૂણ સીતારામ (૮) અ.પો.કો. સહદેવસિંહ રાજેન્દ્રસિંહ (૯) અ.પો.કો. કુલદિપસિંહ ધર્મેન્દ્રસિંહ (૧૦) એલ.આર.પો.કો. ભરતભાઇ મેણશીભાઇ

(3:01 pm IST)