Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ખાતરના ભાવ વધારાનો બોજ ખેડૂતો માથે નહિઃ સબસીડી વધારવા નિર્ણય

ખેડુતોની લાગણી ધ્યાને લેતી સરકારઃ તુર્ત

રાજકોટ તા. ૧પ : દેશમાં ખાતર કરતી કંપનીઓએ રાસાયાણીક ખાતરના ભાવમાં ૪૬ થી પ૮ ટકા જેટલા વધારો કરતા ખેડુતોમાં વ્યાપેલ રોષ ટાઢો પાડવા સરકારે ખાતર પરની સબસીડી વધારવાનો નિર્ણય કર્યાનું જાણવા મળે છે. કંપનીઓએ ખાતરની બેગદીઠ જેટલો વધારો કર્યો છે તેટલી વધારાની રકમ સરકાર ભરપાઇ કરશે  ખેડુતોને સબસીડી વધુ મળશે કંપનીઓએ કરેલા ભાવ વધારાનો બોજ ખેડુતો માથે આવશે નહિ ખેડુતો માટે ખાતરના જુના ભાવ યથાવત રહેશે.

દરમિયાન ગુજકોમાંસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ કે અમે કેન્દ્ર સરકારને રજુઆત કરી છે. તેનો સાનુકુળ પ્રતિભાવ મળ્યો છે ખેડુતોને ખાતરના ભાવ વધારાનો બોજ સહન કરવો પડે તેવો નિર્ણય થાય તેવી અમને આશા છે.

(4:39 pm IST)