Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ગુજરાત રાજ્યમાં ૨૦૧૪ પછી ૧૦ વાવાઝોડા આવ્યા હતા, જેમાંથી ૮ દરિયામાં સમાઇ ગયા હતા અને ૨ બીજી દિશામાં ફંટાઇ ગયા હતાઃ ૨૦૧૯માં ‘વાયુ’ વાવાઝોડુ દરિયામાં સમાઇ ગયુ હતુ

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠા અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં તોળાઈ રહ્યુ છે તોકતે નામના વાવાઝોડાનું સંકટ. જેના કારણે ભાવનગર બંદર પર 1 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. તો પોરબંદર બંદર પર 1 નંબર, જાફરાબાદ લાઈટ હાઉસ પર 1 નંબર, વેરાવળ બંદર પર 1 નંબર અને કચ્છના દિનદયાળ પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે છેલ્લાં 6 વર્ષમાં આવેલાં એ 10 વાવાઝોડાં જે ગુજરાત પર ત્રાટકવાનાં હતાં પરંતુ સદનસીબે તે ફંટાઈ ગયાં અને આપણે સૌ આફતમાંથી ઉગરી ગયા. એ 10 વાવાઝોડાંમાંથી 6 વાવાઝોટાં ફંટાઈ ગયાં હતાં અને 4 વાવાઝોડાં દરિયામાં જ સમાઈ ગયાં હતાં.

હવે 2021માં તોકતે વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયું છે. અને તે ગમે ત્યારે ગુજરાતના દરિયાકિનારે ત્રાટકી શકે છે. જેના પગલે વહીવટીતંત્ર અને રાજ્ય સરકારે પણ તેને ખાળવા માટે પૂરતી તૈયારી કરી લીધી છે. અગાઉ આવેલાં 10 વાવાઝોડાં જે રીતે ફંટાઈ ગયા હતા તે પ્રમાણે તોકતે નામનું વાવાઝોડું દરિયામાં સમાઈ જાય કે ફંટાઈ જાય તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

વાયુ

13 જૂન 2019ના રોજ વાયુ નામનું વાવાઝોડું દરિયામાં શાંત થઈ ગયું. ગુજરાતના દરિયાકાંઠે 140 કિલોમીટરની ઝડપે ટકરાવાનું હતું. પરંતુ ગુજરાત પહોંચતા પહેલાં તે ધીમું પડી ગયું અને દરિયામાં શમાઈ ગયું.

સાગર

આવું જ એક સાગર વાવાઝોડું 17 મે 2018માં સર્જાયું. પરંતુ ગુજરાત પહોંચતા પહેલા આ વાવાઝોડું યમન તરફ ફંટાઈ ગયું હતું. જેથી ગુજરાત પરથી ખતરો ટળ્યો હતો અને તંત્ર રાહતનો શ્વાસ લીધો હતો.

ઓખી

4 ડિસેમ્બર 2017માં ઉત્પન્ન થયેલાં ઓખી વાવાઝોડાએ પહેલાં તમિલનાડુ અને પછી કેરળમાં હાહાકાર મચાવ્યો. ત્યારબાદ ઓખી વાવાઝોડાએ ગુજરાત તરફ વળ્યું હતું. પરંતુ અરબી સમુદ્રના માર્ગે આગળ વધી રહેલું ઓખી વાવાઝોડુ કેરળ, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપને પાર કરી ગુજરાત પહોંચે તે પહેલાં વિખરાઈ ગયું. 

નિસર્ગ

નિસર્ગ વાવાઝોડું 2 જૂન 2020ના રોજ ગુજરાતમાં ત્રાટકવાનું હતું. પરંતુ તે ગુજરાત પહોંચે તે પહેલાં ફંટાઈ ગયું હતું. જેના કારણે ગુજરાતના માથેથી મોટી ઘાત ટળી હતી. 

નિલોફર

29 ઓક્ટોબર 2014માં નિલોફર વાવાઝોડું આવ્યું. જોકે સમુદ્રદેવે નિલોફર વાવાઝોડાને પોતાનાનાં સમાવી લીધું.

નનૌક

13 જૂન 2014માં નનૌક ચક્રવાત આવ્યું. જેના પગલે દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ પણ જાહેર કરાયું. પરંતુ તે ઓમાન તરફ ફંટાઈ જતાં ગુજરાત તરફથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો. 

મહા

7 નવેમ્બર 2019ના રોજ મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ત્રાટકવાનું હતું. પરંતુ  માત્ર 3 જ મિનિટમાં આ વાવાઝોડું  અરબી સમુદ્રમાં નબળું પડી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું.

ક્યાર

30 ઓક્ટોબર 2019ના રોજ ક્યાર નામનું વાવાઝોડું દરિયામાં શમાઈ ગયું.

ચપાલા

અરબી સમુદ્રમાં 31 ઓક્ટોબર 2015માં ચપાલા નામનું વાવાઝોડું સર્જાયુ. જે પણ ગુજરાતમાં આવે તે પહેલાં ઓમાન તરફ ફંટાઈ ગયું. જેના કારણે ગુજરાતમાં દિવાળીના તહેવારો સમયે જોખમ ટળી ગયું.

અશોબા

પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં 10 જૂન 2015માં અશોબા નામનું વાવાઝોડું ઉદભવ્યું. તેણે અતિ ભયંકર સ્વરૂપ ઘારણ કર્યુ હતું. પરંતુ તે ઓમાન તરફ ફંટાઈ જતાં ગુજરાત પરની ઘાત ટળી ગઈ હતી. 

(5:18 pm IST)