Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

લાછરસ ગામમાં જુગાર રમતા 6 શખ્સોને રૂ. ૧,૦૭, ૩૧૦ ના મુદામાલ સાથે રાજપીપલા પોલીસે ઝડપી લીધા:7 વોન્ટેડ જાહેર

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા પોલીસ અધિક્ષક હિરકસિંહની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં પ્રોહી / જુગારની ગેરકાયદેશર પ્રવૃતિઓ અટકાવવા અસરકાર કામગીરી કરવા સુચનાના પગલે ઈન્યા.પોલીસ ઈન્સ્પેક્ટર એમ.બી.ચૌહાણની સુચના મુજબ રાજપીપલા પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળેલ કે લાછરસ ગામની સીમમાં અશોકભાઇ ચંપકભાઇ પટેલ ના ખેતરમાં લીમડાના ઝાડ નીચે જુગાર રમી રહેલ છે જે બાતમી ના આધારે ઇન્યા.પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ચૌહાણ બાતમીવાળી જગ્યાએ જઈ જોતા કેટલાક ઇસમો કુંડાળવળી બેસેલ હોય જેથી તે જગ્યા ઉપર કોડન કરતા છ શખ્શો ( ૧ ) રોશનભાઇ પ્રવિણભાઇ પટેલ રહે.થરી તા.નાંદોદ જી.નર્મદા ( ૨ ) મિતેષભાઇ મહેન્દ્રભાઇ દેસાઇ રહે.લાછરસ તા.નાંદોદ જી.નર્મદા ( 3 ) અમિતકુમાર હર્ષદભાઇ દેસાઇ રહે. લાછરસ તા.નાંદોદ જી.નર્મદા ( ૪ ) વિક્રમભાઇ નરપત ભાઇ તડવી રહે.ટંકારી તા.નાંદોદ જી.નર્મદા ( ૫ ) જયેશ ભાઇ ભાઇલાલભાઇ તડવી રહે.ગુવાર તા.નાંદોદ જી. નર્મદા ( ૬ ) નરેન્દ્રકુમાર મેલસીંગભાઇ તડવી રહે.માંગરોલ તા.નાંદોદ જી.નર્મદા સ્થળ ઉપર પક્કાય જઈ તથા વોન્ટેડ આરોપી ( ૧ ) લક્ષમણભાઇ મેલાભાઇ તડવી( ૨ ) રમેશ ભાઇ શનાભાઇ તડવી (૩)મહેશભાઇ રેવાદાસ તડવી ત્રણેય રહે . રહે.માંગરોલ તથા ( ૪ ) પરેશભાઇ અરવિંદ ભાઇ વસાવા રહે.લાછરસ તથા ( ૫ ) ચેતનભાઇ ઠાકોર ભાઇ પાટણવાડીયા રહે.લાછરસ તથા ( ૬ ) બુધ્ધીસાગર પાટણવાડીયા રહે.લાછરસ અને ( ૭ ) અશોકભાઇ ચંપક ભાઇ પટેલ રહે.લાછરસ નાશી ગયા હતા,ઉપરોક્ત પકડાયેલા ઇસમોની અંગ ઝડતી તથા દાવ ઉપરના કુલ કિમત .૧૦,૮૧૦ તથા કુલ મુદામાલ કિમત.રૂ .૧,૦૭. ૩૧૦ ( અંકે રૂપિયા એક લાખ સાત હજાર ત્રણસો દસ રૂપિયા પુરા ) સાથે પકડાયેલ આરોપીઓને પો.સ્ટે લાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

(10:18 pm IST)