Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

મહેસાણાના કટોસણના રાજવી પરિવારના યુવરાજ ધર્મપાલસિંહ ભાજપમાં જોડાયા

સુરેન્દ્રનગર જિલ્લાના NSUI પ્રમુખ ધ્રુવરાજસિહ ચુડાસમા સહીત ૩૦૦ જેટલા કોંગ્રેસના વિધ્યાર્થી પાંખના આગેવાનો-કાર્યકરો ભાજપમાં સામેલ થયા

મહેસાણાના  કટોસણના રાજવી પરિવારના યુવરાજ ધર્મપાલસિંહે કેસરિયા કર્યા છે

આજે રાજવી પરિવારના યુવરાજ ધર્મપાલસિંહ ઝાલા ઉપરાંત સુરેન્દ્રનગર  NSUI પ્રમુખ ધ્રુવરાજસિંહ ચૂડાસમા, ધર્મપાલસિંહ ઝાલા, કટોસણ ઠાકોર, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી કૃષ્ણરાજસિંહ ઝાલા, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મંત્રી વિજયરાજસિંહ જાડેજા, સુરેન્દ્રનગર  શહેર કોંગ્રેસ મહામંત્રી મયુરસિંહ ચુડાસમા, ચોટીલા NSUI પ્રભારી શુભમ જાની, મુળી NSUI પ્રભારી વિશ્વરાજસિંહ ઝાલા, સાયલા NSUI પ્રભારી હર્ષિલ આદ્રોજા, થાનગઢ NSUI પ્રભારી યોગીરાજસિંહ રાણા, લખતર NSUI પ્રભારી વિરમ ભરવાડ, ચૂડા NSUI પ્રભારી કુમારપાલસિંહ જાડેજા, મિત શાહ, લીમડીના પાર્થરાજસિંહ ઝાલા, ધ્રાંગધ્રાના બકુલ ઉધરેજીયા તથા NSUIના લકીરાજસિંહ પરમાર, પ્રતિક બારોટ, કરણસિંહ રાણા સહિતના આજે ભાજપમાં જોડાયા છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણી માથે છે ત્યારે ૩૦૦ જેટલા કોંગ્રેસના વિધ્યાર્થી પાંખના આગેવાનો-કાર્યકરો ભાજપમાં સામેલ થયા છે. જેને લઈને કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઇ છે  

(12:23 am IST)