Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

સુરત પોલીસે હજીરા-ઘોઘા રો-રો ફેરી કંપનીના સંચાલકો સાથે લાખોની છેતરપિંડી કરનાર ભેજાબાજને દિલ્હીથી ઝડપી લીધો

આરોપી શુભમ રામસ્વરૂપ રામપ્રસાદ ગૌતમ દ્વારા કોચીન શીપયાર્ડ કંપનીના નામનું ફેક ઇમેઇલ આઈડી બનાવવામાં આવ્યું હતું

સુરત સાયબલ સેલે હજીરા-ઘોઘા રો-રો ફેરી કંપનીના સંચાલકો સાથે રૂપિયા 67.79 લાખની છેતરપિંડી આચરનાર ભેજાબાજની દિલ્હીથી ધરપકડ કરી છે. દસ ચોપડી ફેલ પરંતુ ભેજાબાજ આરોપી શુભમ રામસ્વરૂપ રામપ્રસાદ ગૌતમ દ્વારા કોચીન શીપયાર્ડ કંપનીના નામનું ફેક ઇમેઇલ આઈડી બનાવવામાં આવ્યું હતું. ફેક આઇડીમાંથી કોચીન શિપયાર્ડ કંપની તરફથી જે ફોર્મેટમાં મેઈલ આવતા હતા તે ફોર્મેટમાં મેઈલ મોકલી ફેરી ચલાવનાર કંપની ડિટોક્સ ગ્રુપ સાથે ઠગાઈ આચરવામાં આવી હતી

આરોપી શુભમે ફેક આઇડી વડે કંપનીના ઇમેઇલ આઈડી ઉપર પેમેન્ટ રિકવેસ્ટ મોકલી બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં 67.79 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી. ડિટોક્સ કંપનીના સંચાલકોએ સાયબર સેલમાં આ મામલે ફરિયાદ આપતા પોલીસે દિલ્હી ખાતેથી ભેજાબાજ શુભમને ઝડપી પાડ્યો. આરોપી હાલ એમેઝોન નામની કંપનીમાં ડીલેવરીમેન તરીકેની નોકરી કરે છે. જોકે હજીરા ઘોઘા રો-રો ફેરી કંપની જોડે બનેલી છેતરપિંડી કેસમાં અન્ય ઈસમોની પણ સંડોવણી હોવાની શકયતા રહેલી છે.

(1:01 am IST)