Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

અખિલ ભારતીય કોળી સમાજમાંથી કુંવરજીભાઈ બાવળીયા સસ્પેન્ડ : કાર્યકારિણીમાં લેવાયો નિર્ણય

કોળી સમાજને બદનામ કરવાના આરોપસર સસ્પેન્ડ કરવા લેવાયો નિર્ણય

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજમાં જુથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે કોળી સમાજના સુવર્ણ જ્યંતી મહોત્સવ પહેલા જ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખપદ માટે મોટા પાયે ડખા સામે આવી રહ્યા છે. કારણ કે કુંવરજીભાઈ બાવળિયા અને અજીતભાઈ બંને જૂથોએ પ્રમુખપદ માટે દાવેદારી ઠોકતા વિવાદનું વંટોળ ઊભું થયું છે.ત્યારે હાલમાં કોળી સમાજને લઈ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. અખિલ ભારતીય કોળી સમાજમાંથી કુવરજીભાઈ  બાવળીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

મહત્વનું છે કે આજે અખિલ ભારતીય કોળી સમાજની કાર્યકારણીની બેઠક મળી હતી. જેમાં કોળી સમાજને બદનામ કરવાના આરોપસર બાવળીયા સસ્પેન્ડ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.કોળી  સમાજ પ્રમુખ અજીતભાઈ  પટેલે બાવળીયાને હાંકી કાઢવાનો નિર્ણય કર્યો છે. અજીતભાઈ  પટેલ અને કુંવરજીભાઈ બાવળિયાનું જુથ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદને લઈ સામ સામે હતું. જેમાં અનેક આરોપ પ્રત્યારોપ લગાવવામાં આવ્યા છે.

(5:11 pm IST)