Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે ગરમીમાં શેરડી કાપતા શ્રમજીવીને ૫,૦૦૦ છાશની થેલીનું વિતરણ કર્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ ઉનાળો આકરો બન્યો છે આકાશ માથી જાણે અગન ગોળા પડતા હોય તેમ મોડી સાંજે પણ ગરમીનું પ્રમાણ વધુ રહે છે તેવા સમયે ભર બપોરે ધમધમતા તાપમાં ખેતરમાં શેરડી કાપતા શ્રમજીવીઓની હાલત ભટ્ટીમાં તપતા કોલસા જેવી થાય છે પરંતુ રોજીરોટી માટે અન્ય રાજ્યમાંથી નર્મદા જિલ્લામાં પરિવાર સાથે આવેલા શ્રમજીવીઓ પોતાના સ્વાસ્થ્ય બાબતે પરવાહ કરતા નથી તેવા સમયે ખુદ સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે આ મજૂરોની ચિંતા કરી તે સ્વસ્થ રહે તેવા ઉમદા આશય થી ઉનાળાની ગરમી માં રક્ષણ મળે એ માટે શેરડી કાપતા મજૂરોને એક સાથે દરેક સેન્ટર પર વહેલી સવારે ભાસ્કરભાઈ સાથે જઇ 5000 જેટલી છાશની થેલીનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પાર પાડ્યું હતું.

(10:07 pm IST)