Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

રાજપીપળા દિવ્ય યોગી હોસ્પિટલમાં બીજેપી મેડિકલ સેલ દ્વારા નિશુલ્ક ગાયનેક સોનોગ્રાફી કેમ્પ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે દિવ્ય યોગી હોસ્પિટલ માં આજરોજ બીજેપી મેડિકલ સેલ દ્વારા સગર્ભા બહેનો માટે ગાયનેક સોનોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
તા . ૧૫ મે , ૨૦૨૨ ને રવિવારના રોજ ભારતીય જનતા પાર્ટી - ગુજરાત અને  મેડીકલ સેલ દ્વારા ગુજરાતના તમામ ૫૭૯ મંડલમાં ગાયનેક સોનોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ૩ થી ૮ મહિના સુધીની ગર્ભવતી બહેનો માટેના નિઃશુલ્ક ગાયનેક સોનોગ્રાફી કેમ્પ રાજપીપળા ના જાણીતા ગાયનેક ડોકટર દર્શનાબેન દેશમુખ ની દિવ્ય યોગી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં રાજપીપળા શહેર અને તાલુકાના બહેનો એ તેનો મોટી સંખ્યા માં લાભ લીધો હતો આ કેમ્પ થકી સમગ્ર ગુજરાતમાં ૩૦,૦૦૦ થી વધારે ગર્ભવતી બહેનો લાભ લેવાના હોય આ એક વિશ્વ કિર્તીમાન દિવસ ગણાશે.

(10:11 pm IST)