Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

રાજપીપળા આરબ ટેકરામાં આંકડા લખનાર મહિલાને રૂપિયા 2,430 સાથે ઝડપી પાડતી જિલ્લા LCB

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા આરબ ટેકરા વિસ્તાર માથી એલસીબી પોલીસે આંકડા લખતી મહિલાને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે
મળતી માહિતી મુજબ એલસીબી ટીમ પ્રોહિબિસબન, જુગાર અંગેની રેડ માં નિકળી હતી ત્યારે બાતમીદારથી મળેલી બાતમીના આધારે શાયરાબેન લતીફભાઇ અહેમદભાઇ દિવાનની પત્ની ( રહે,આરબ ટેકરા નવી નગરી,રાજપીપળા )પોતાના ઘરની આગળ આવેલ ખુલ્લી જગ્યામાં આંકડાનો જુગાર રમી રમાડી અંગ ઝડતીના રોકડા રૂપિયા ૨,૪૩૦ તથા આંકડા લખવાના સાહિત્ય સાથે પકડાઈ જતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

   
(10:21 pm IST)