Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

એકતરફી પ્રેમમા પાગલ યુવકે યુવતીને કર્યા અશ્લીલ મેસેજ

સાયબર ક્રાઈમે આરોપી શૈફની કરી ધરપકડ : યુવકે અજાણ્યા નંબરથી વોટ્સએપમાં યુવતીને કર્યા અશ્લિલ મેસેજ, ભાંડો ફૂટતા પોલીસે ધકેલ્યો જેલમાં

અમદાવાદ, તા.૧૫ : એક તરફી પ્રેમમા પાગલ યુવકે પોતાની મહિલા મિત્ર સાથે સંબંધ રાખવા માટે અજાણ્યા નંબર પરથી વોટસએપમા અશ્લીલ મેસેજ મોકલ્યા હતાં. ત્યારે યુવતીએ સાયબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમની ટીમે તપાસ કરતા યુવતીનો મિત્ર જ આરોપી નીકળ્યો હતો.

પોલીસ કસ્ટડીમા જોવા મળતા આરોપી શૈફ સલીમ જલાલુદ્દીન શેખ છે. જેણે પોતાની જ મિત્રના એક તરફી પ્રેમમા પાગલ થયો અને તેને પામવા અશ્લીલ હરકત કરી. અજાણ્યા નંબરથી મહિલા મિત્રને અશ્લીલ મેસેજ મોકલ્યો. આ મેસેજ જોઈને યુવતી ચૌંકી ગઈ અને સાયબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમની ટીમે તપાસ કરતા યુવતીનો મિત્ર જ આરોપી નીકળ્યો હતો.

આરોપી શૈફ શેખ અને યુવતી બીએની પરિક્ષા દરમ્યાન એકબીજાના સંપર્કમા આવ્યા હતા. અને મોબાઈલની આપ-લે કરી હતી. બન્ને એકબીજાના મિત્ર બની ગયા હતા. યુવતી પીએચડીમા અભ્યાસ કરતી હોવાથી મિત્રતા તોડીને અભ્યાસમા લાગી ગઈ હતી. જયારે સૈફ મોબાઈલની દુકાનમા નોકરી કરતો હતો. આરોપી યુવતીના પ્રેમમા પાગલ હતો.

તેણે મિત્રને પ્રેમિકા બનાવવાના પ્રયાસ કર્યા પરંતુ સફળ નહિ થતા યુવતીને હેરાન કરવા અજાણ્યા નંબરથી વોટસએપમા અશ્લીલ મેસેજ મોકલવાનુ શરૂ કર્યુ.. પરંતુ સાયબર ક્રાઈમે આરોપીનો ભાંડો ફોડી દીધો..એક તરફી પ્રેમમા પાગલ યુવકને પ્રેમ તો ના મળ્યો પરંતુ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો. સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

(10:25 pm IST)