Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સુરતમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ભંગ બદલ 9.11 કરોડનો દંડ ચુકવ્યો

અમદાવાદીઓ પાસેથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નામે જૂનમાં 10 દિવસમાં 22 , 349 લોકો પાસેથી 2 કરોડ 23 લાખનો દંડ વસુલ

સુરત : રાજ્યના મેટ્રો શહેરોમાં નિયમોના ભંગ અંગે અનેક ફરિયાદો સામે આવી હતી .જેમાં કોરોના નિયમ ભંગ બદલ રાજ્યમાં 500 રૂપિયાથી લઈ 1000 હજાર દંડ વસુલવામાં આવતો હતો ત્યારે સુરત માં પ્રજા પાસેથી કરોડોનો દંડ ચુકવ્યો.સુરત શહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ભંગ બદલ 9.11 કરોડનો દંડ ચુકવ્યો હતો .

અમદાવાદીઓ પાસેથી પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ના નામે જૂનમાં 10 દિવસમાં 22 , 349 લોકો પાસેથી 2 કરોડ 23 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણ ઓછું થતા લોકો ખુબ બેદરકાર બન્યા છે. હાલ રાજ્યોમાં કોરોના કેસનું પ્રમાણ ઘટ્યું છે, કોરોના કેસના દર્દીઓ પણ હવે ધીમે ધીમે રિકવર થઈ રહ્યા છે પરંતુ લોકો માં બેદરકારી વધુ દાખવી રહ્યા છે .

જો વાત કરવામાં આવે તો માત્ર અઢી મહિનાના ટૂંકા સમયમાં જ પોલીસે 13 કરોડથી વધુનો દંડ વસુલ્યો છે કોરોનાની બીજી લહેર બાદ દંડની રકમનો આંકડો 49 કરોડ સુધી પહોંચી ગયો છે. હજુ પણ કોરોના મહામારી ગઈ નથી કોરોના સંક્રમણ ઓછું થતા લોકો માસ્ક વગર બહાર નીકળી રહ્યા છે.છુટછાટ મળતા લોકોનું માસ્ક વગર નીકળવાનું પ્રમાણ વધ્યું છે.

(1:20 pm IST)